• શનિવાર, 02 માર્ચ, 2024

ત્રીજી મૅચની હાર બાદ બૉલરોના બચાવમાં ઉતરતો કપ્તાન સૂર્યકુમાર

ગુવાહાટી, તા.29 : ફટકાબાજ ગ્લેન મેકસવેલે 8 છકકાથી 47 દડામાં અણનમ સદી ફટકારીને ભારત સામેના ત્રીજા ટી-20 આખરી દડે રોમાંચક જીત અપાવી હતી. ભારતની આંચકારૂપ હાર બાદ કપ્તાન સૂર્યકુમાર યાદવે પોતાની સફાઇમાં અલગ અલગ કારણ આપ્યા હતા. 

223 રનના વિજય લક્ષ્યાંકનો બચાવ કરવામાં નિષ્ફળ રહ્યા બાદ ભારતીય સુકાની યાદવે કહ્યંy કે અમારી યોજના મેકસીને જલ્દીથી આઉટ કરવાની હતી. મેદાન પર ઝાકળનો પ્રભાવ વધુ હતો. જેથી અમે તેને (મેકસવેલ) આઉટ કરવામાં સફળ રહ્યા નહીં. 19મી ઓવર સ્પિનર અક્ષર પટેલને આપવા પર સૂર્યકુમારે પોતાના બચાવમાં કહ્યંy કે તે અનુભવી બોલર છે. મને તેના પર ગર્વ છે. જયારે આખરી ઓવરમાં પ્રસિદ્ધ કૃષ્ણા 21 રનનો બચાવ ન કરી શકવાના સવાલ પર કહ્યંy કે આજે તેનો દિવસ ન હતો. ઝાકળના લીધે દડો ભીનો રહેતો હતો. આથી બોલરો માટે બીજા દાવમાં બોલિંગ કરવી કઠિન હતી.

Budget 2024 LIVE
હેડલાઇન્સ