• શનિવાર, 02 માર્ચ, 2024

જુ. મહિલા હોકી વિશ્વ કપ, ભારતનો વિજયી આરંભ  

કૅનેડાને 12.0થી કચડયું, આજે જર્મની સામે મુકાબલો

સૈંટિયાગો, તા.30 : ભારતીય મહિલા હોકી ટીમે એફઆઇએચ મહિલા જૂનિયર હોકી વિશ્વ કપમાં કેનેડાને 12.0થી સજ્જડ પરાજય આપી વિજયી આરંભ કર્યો છે. શુક્રવારે ભારતીય ટીમનો મુકાબલો જર્મની સામે થશે. 

 ભારતના પહેલા મુકાબલામાં મુમતાઝ ખાને 4, અન્નુ અને દીપિકા સોરેંગે 3-3 કોલ કર્યા તથા ડિપ્પી મોનિકા ટોપ્પો અને નીલમે ગોલ કર્યો હતો. ભારતે આક્રમક શરૂઆત કરી અને પેનલ્ટી કોર્નર પર અન્નુએ બે ગોલ કરી લીડ અપાવી હતી. કેનેડા પેનલ્ટી કોર્નરનો ફાયદો ઉઠાવી શકયુ ન હતુ. હાફટાઇમ સુધીમાં ભારતે 4 ગોલની સરસાઈ મેળવી લીધી હતી. બીજા હાફમાં અન્નુએ ગોલની હેટ્રિક પૂરી કરી હતી.

Budget 2024 LIVE
હેડલાઇન્સ