• શનિવાર, 02 માર્ચ, 2024

છેલ્લી ટી20 જીતી ભારતે અૉસ્ટ્રેલિયાને સિરીઝમાં 4-1થી આપ્યો પરાજય

બેંગલુરુ, તા. 3  ભારતે આપેલા 161 રનનાં વિજય લક્ષ્યાંકનો પીછો કરતાં ઓસ્ટ્રેલિયાએ નબળી શરૂઆત કરી હતી. ત્રીજી ઓવરમાં જ જોશ ફિલિપને મુકેશ કુમારે ક્લિન બોલ્ડ કરી નાખ્યો હતો. તો તેની સાથે ઓપનિંગમાં આવેલો ટ્રાવિસ હેડ પણ 28 રન બનાવીને રવિ બિશ્નોઈનાં બોલમાં બોલ્ડ થયો હતો. સાતમી ઓવરમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર પપ રન હતો ત્યારે આરોન હાર્ડી બિશ્નોઈની બોલિંગમાં ઐયરનાં હાથમાં કેચ આપી બેઠો હતો. તે ફક્ત 6 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ત્યાર પછી ટીમ ડેવિડ પણ 17 રન બનાવીને આવેશ ખાનનાં હાથમાં કેચ આપી બેઠો હતો. તેની વિકેટ અક્ષર પટેલે લીધી હતી. 15મી ઓવરમાં ઓસ્ટ્રેલિયા માટે આજે ઝડપી અર્ધ સદી બનાવનાર બેન મેક્ડર્મોટ અર્શદીપની બોલિંગમાં કેચ આઉટ થયો હતો. તેણે માત્ર 36 દડામાં 54 રન બનાવીને ઓસ્ટ્રેલિયાની ઈનિંગને સંતુલિત રાખી હતી. સત્તરમાં ઓવરમાં ઓસ્ટ્રેલિયાને ઉપરાઉપરી બે ઝટકા લાગ્યા હતાં. મેથ્યુ શોર્ટ અને બેન ડ્વાશુઈસ અનુક્રમે 16 અને શૂન્ય રને આઉટ થઈ જતાં ઓસ્ટ્રેલિયા ભીંસમાં મૂકાયું હતું. છેલ્લે 20મી ત્રીજા દડે ઓવરમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર 151 હતો ત્યારે મથ્યુ વેડ પણ 22 રન બનાવીને અર્શદીપની બોલિંગમાં આઉટ થઈ ગયો હતો. આમ છેલ્લી ઓવર સુધી ખેંચાયેલા મેચમાં ભારતનો અંતે વિજય થયો હતો. ભારત વતી મુકેશ કુમારે 3, અર્શદીપ સિંહ અને રવિ બિશ્નોઈએ બે-બે અને અક્ષર પટેલે એક વિકેટ ઝડપીને ભારતની જીત સુનિશ્ચિત કરી હતી. 

આ અગાઉ પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 160 રન કર્યા હતા. ટીમને પહેલો ઝટકો યશસ્વી જયસવાલના રૂપમાં લાગ્યો હતો. જયસ્વાલ 15 બોલમાં એક ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 21 રન કરીને આઉટ થયો હતો. જ્યારે ઋતુરાજ ગાયકડવા 10 રને પેવેલિયન પરત ફર્યો હતો. જેને લઈને ભારતે 33ના કુલ સ્કોરે બે વિકેટ ગુમાવી દીધી હતી. બાદમાં સુર્યકુમાર પાંચ રને અને રિંકુ સિંહ 6 રને આઉટ ગયા હતા. જો કે આ દરમિયાન શ્રેયસ અય્યરે એક છેડો સાચવી રાખ્યો હતો. અય્યરે 37 બોલમાં 5 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 53 રન કર્યા હતા. જ્યારે જીતેશ શર્માએ 16 બોલમાં 24 અને અક્ષર પટેલે 21 બોલમાં 31 રન કર્યા હતા. જેની મદદથી ભારતીય ટીમ 160 રન બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી બેરનડ્રોફ અને ડવારે બે બે વિકેટ લીધી હતી. જ્યારે નાથન ઈલિસ, ટી સાંગા અને એરોન હાર્ડીને એક એક વિકેટ મળી હતી. 

Budget 2024 LIVE
હેડલાઇન્સ