• શનિવાર, 02 માર્ચ, 2024

ભારત સામેની આફ્રિકાની વન ડે અને ટી-20ની ટીમમાં કપ્તાન બાવુમા-રબાડાને વિશ્રામ

ટેસ્ટ શ્રેણીમાં વાપસી કરશે: આફ્રિકાની ટીમમાં અનેક નવા ચહેરા

પ્રિટોરિયા, તા.4 : ભારત વિરુદ્ધની આ મહિનાના આખરમાં રમાનાર ઘરેલુ વન ડે શ્રેણીમાં દ. આફ્રિકાએ નિયમિત કપ્તાન તેંબા બાવૂમા અને ઝડપી બોલર કાગિસો રબાડાને વિશ્રામ આપ્યો છે. આથી ટી-20 કેપ્ટન એડન માર્કરમ વન ડે સિરીઝમાં પણ આફ્રિકાનું નેતૃત્વ સંભાળશે જ્યારે જેરાલ્ડ કોએત્ઝી, માર્કો યાનસન અને લુંગી એનગિડી શરૂઆતના બે ટી-20 મેચમાં જ નજરે પડશે. આ પછી આ પાંચેય ખેલાડી ટેસ્ટ શ્રેણીના હિસ્સા બનશે. યુવા બેટર ટ્રિસ્ટન સ્ટબ્જ પહેલીવાર ટેસ્ટ ટીમમાં પસંદ થયો છે. ત્રણેય ફોર્મેટની ટીમમાં ઘણા નવા ચહેરા છે. 

વિકેટકીપર કાઇલ વેરેનની આફ્રિકાની ટેસ્ટ ટીમમાં વાપસી થઇ છે. હેનરિક કલાસેન ટેસ્ટ ટીમમાં પસંદ થયો નથી. ઝડપી બોલર એનરિક નોર્ખિયા પીઠને ઇજામાંથી બહાર આવ્યો નથી. આથી તે પસંદગીને પાત્ર બન્યો નથી. 

ભારતીય ટીમ દ. આફ્રિકા પ્રવાસમાં તા. 10, 12 અને 14 ડિસેમ્બરે ત્રણ મેચની ટી-20 શ્રેણી રમશે. આ પછી તા. 17, 19 અને 21 ડિસેમ્બરે ત્રણ વન ડેની શૃંખલા રમાશે. ટેસ્ટ શ્રેણીના બે મેચ તા. 26 ડિસેમ્બર અને 3 જાન્યુઆરીથી શરૂ થશે.

ટી-20 ટીમ: એડન માર્કરમ (કેપ્ટન), ઓટનિલ બાર્ટમેન, મેથ્યૂ બ્રીજ્કે, નાંદ્રે બર્ગર, જેરાલ્ડ કોએત્ઝે, ડોનાવન ફરેરા, રીજા હેંડ્રિક્સ, માર્કો યાનસન, હેનરિક કલાસેન, કેશવ મહારાજ, ડેવિડ મીલર, લુંગી એનગિડી, એડિલે ફેહલુકવાયો, તબરેઝ શમ્શી, ટ્રિસ્ટન સ્ટબ્જ અને લિજાડ વિલિયમસ.

વન ડે ટીમ: એડન માર્કરમ (કેપ્ટન), ઓટનિલ બાર્ટમેન, ટોની ડિ જોર્જી, નાંદ્રે બર્ગર, રીજા હેંડ્રિક્સ, હેનરિક કલાસેન, કેશવ મહારાજ, વિયાન મુલ્ડર, મિહલાલી પોંગ્વાના, ડેવિડ મીલર, એડિલ ફેહલુકવાયો, તબરેઝ શમ્શી, રાસી વાન ડૂસેન, કાઇલ વેરેન અને લિજાડ વિલિયમસ.

ટેસ્ટ ટીમ: તેમ્બા બાવૂમા (કેપ્ટન), ડેવિડ બેડિંધમ, નાંદ્રે બર્ગર, જેરાલ્ડ કોએત્ઝી, ટોની ડિ જોર્જી, ડીન એલ્ગર, માર્કો યાનસન, કેશવ મહારાજ, એડન માર્કરમ, વિયાન મુલ્ડર, લુંગી એનગિડી, કીગન પીટરસન, કાગિસો રબાડા, ટ્રિસ્ટન સ્ટબ્જ અને કાઇલ વેરેન.

Budget 2024 LIVE
હેડલાઇન્સ