• શનિવાર, 02 માર્ચ, 2024

યુવા ખેલાડીઓ માટે શ્રેણી કમાલની રહી : સૂર્યકુમાર

બેંગ્લુરુ, તા.4 : ભારતીય ટીમના ટી-20 કપ્તાન સૂર્યકુમાર યાદવે કહ્યંy છે કે, હું હંમેશાં મારા સાથી ખેલાડીઓને કહું છું કે મેદાનમાં આપને જે સાચું લાગે તે કરો અને રમતનો આનંદ માણો. ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 શ્રેણીમાં 4-1ની જીત બાદ કપ્તાને કહ્યંy કે આ શ્રેણી કમાલની રહી. 

યુવા ખેલાડીઓએ જે રીતે પ્રદર્શન કર્યું તે જોઈને સારું લાગ્યું. પ્લેયર ઓફ ધ સિરીઝ બનેલ યુવા સ્પિનર રવિ બિશ્નોઈ વિશે કપ્તાન સૂર્યકુમારે કહ્યંy કે મારા હિસાબે તેનો પહેલો મેચ સારો રહ્યો ન હતો, પણ તે યોજના અનુસાર આગળ વધ્યો અને સફળતા મેળવી. 

બીજી તરફ રવિ બિશ્નોઈએ કહ્યંy કે દ. આફ્રિકામાં પણ હું વિકેટ ટૂ વિકેટ બોલિંગ કરવાનો પ્રયાસ કરીશ જ્યારે પરાજિત ઓસ્ટ્રેલિયન કેપ્ટન મેથ્યૂ વેડે જણાવ્યું કે અમે કમાલની બોલિંગ કરી. અમે ભારતને એ સ્કોર પર રોક્યું કે જીતની પૂરી સંભાવના હતી. આ શ્રેણીમાંથી અમને ઘણું શીખવાનું મળ્યું. વિશ્વ કપની તૈયારી માટે ઘણી મહત્ત્વની શ્રેણી બની રહી.

Budget 2024 LIVE
હેડલાઇન્સ