• શનિવાર, 25 માર્ચ, 2023

મેસ્સીએ રોનાલ્ડોનો રેકોર્ડ તોડયો  

પેરિસ, તા. 2 : આર્જેન્ટિના માટે ફીફા વર્લ્ડ કપ જીતનાર સ્ટાર સ્ટ્રાઇકર લિયોનસ મેસ્સી શાનદાર ફોર્મમાં યથાવત છે. તેણે ફ્રેંચ લીગમાં પેરિસ સેંટ જર્મેન તરફથી રમતા ગઇકાલે મોંટપેલિયર કલબ સામે એક ગોલ કર્યો હતો. આથી પીએસજીનો 3-1થી વિજય થયો હતો. આ જીત સાથે પીએસજી પોઈન્ટ ટેબલ પર પણ પહેલા સ્થાને વધુ મજબૂત બની છે. મેસ્સી હવે યૂરોપની ટોપ ફાઇવ લીગ (પ્રીમિયર લીગ, લા લિગા, બુંદેસ લીગા, લીગ વન અને સીરી એ)માં સૌથી વધુ ગોલ કરનારો ખેલાડી બની ગયો છે. મેસ્સીના નામે હવે 697 ગોલ છે જ્યારે રોનાલ્ડોના ખાતામાં 696 ગોલ છે. મેસ્સી તેનાથી આગળ થયો છે. આ ઉપરાંત મેસ્સીએ રોનાલ્ડોથી 84 મેચ ઓછા રમ્યા છે.