• શનિવાર, 25 માર્ચ, 2023

રવીન્દ્ર જાડેજા ફિટ : યો યો ટેસ્ટ પાસ કરી  

અૉસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ માટે એનસીએ તરફથી લીલી ઝંડી મળી 

નવી દિલ્હી, તા.2: ટીમ ઇન્ડિયાના અનુભવી સ્પિન ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચાર મેચની ટેસ્ટ શ્રેણીનો તા. 9 ફેબ્રુઆરીથી નાગપુરથી આરંભ થશે. આ પૂર્વે ટીમ ઇન્ડિયા માટે રવીન્દ્રનું ફિટ જાહેર થવું રાહતજનક સમાચાર છે. 

બીસીસીઆઇની બેંગ્લોર સ્થિન નેશનલ ક્રિકેટ એકેડેમી (એનસીએ) તરફથી રવીન્દ્ર જાડેજાને ફિટનેસ સર્ટીફિકેટ મળી ગયું છે. તેણે યો યો ટેસ્ટ પાસ કરી છે. જાડેજા છેલ્લે 2022 ઓગસ્ટમાં ઇન્ટરનેશનલ મેચ રમ્યો હતો. આ પછી તેણે ગત સપ્તાહે મેદાનમાં વાપસી કરી હતી અને ઘરેલુ ટીમ સૌરાષ્ટ્ર તરફથી રણજી ટ્રોફીનો મેચ તામિલનાડુ વિરુદ્ધ રમ્યો હતો. જેમાં તે બેટથી કમાલ કરી શક્યો ન હતો, પણ બીજા દાવમાં 7 વિકેટ ઝડપીને પોતાની બોલિંગ ક્ષમતા સાબિત કરી હતી. જો કે આ મેચમાં તામિલનાડુ સામે જાડેજાના સુકાનીપદ હેઠળની સૌરાષ્ટ્રની ટીમની હાર નોંધાઈ હતી. 34 વર્ષીય રવીન્દ્ર જાડેજા હવે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી માટે તૈયાર છે. તેની ગણાના વિશ્વના શ્રેષ્ડ ફિલ્ડર પૈકિમાં થાય છે. ઓસ્ટ્રેલિયા સામેના પહેલા ટેસ્ટમાં તેને અશ્વિર અને અક્ષર સાથે ત્રીજા સ્પિનર તરીકે ઇલેવનમાં તક મળી શકે છે.