• શુક્રવાર, 03 મે, 2024

ઈરાને કબજે કરેલા જહાજમાં ફસાયેલા એક ભારતીય કેડેટની સુરક્ષિત વાપસી  

અન્ય 16ની વતન વાપસી પણ જલદી : વિદેશ મંત્રાલય

નવી દિલ્હી, તા.18: ઈરાને કબજામાં લઈ લીધેલા ઈઝરાયલનાં કારોબારીનાં જહાજ ઉપર સવાર 17 ભારતીય ચાલકદળનાં સદસ્યો પૈકી કેરળની કેડેટ એન.ટેસા જોસેફની સુરક્ષિત સ્વદેશ વાપસી થઈ ગઈ છે. કેરળનાં ત્રિશૂરની રહેવાસી ટેસા આજે કોચીન એરપોર્ટ ઉપર પહોંચી ગઈ હતી અને ત્યાં તેનું સ્વાગત કરવામાં આવ્યું....