• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

દેશભરમાંથી વડા પ્રધાન મોદીને જન્મદિવસની શુભકામના  

નવી દિલ્હી, તા. 17 : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મી સપ્ટેમ્બરના રોજ 73 વર્ષના થયા છે. તેમને જન્મદિવસ ઉપર દેશભરમાંથી શુભકામના મળી હતી. પીએમ મોદીને બથ ઍડે વિશ કરવામાં વિપક્ષ પણ પાછળ રહ્યો નથી. ઘણા વિપક્ષી રાજનેતાઓએ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. 2024 લોકસભા ચૂંટણી પહેલા બનેલા ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ શુભકામના પાઠવી હતી. જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, જેડીયુ નેતા નીતિશ કુમાર, એનસીપી નેતા શરદ પવાર, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ટીએમસી નેતા અભિષેક બેનરજી વગેરે સામેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73મા જન્મદિવસને ખાસ બનાવવા માટે ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. ઉપરાંત પીએમ મોદીએ દિલ્હીના દ્વારકામાં નવા કન્વેન્શન સેન્ટર યશોભૂમિનું ઉદ્ઘાટન કર્યું હતું.

રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે પીએમ મોદીને જન્મદિવસની શુભકામના. જ્યારે મલ્લિકાર્જુન ખડગેએ પણ ટ્વિટ કરીને મોદીને શુભેચ્છા પાઠવી હતી અને લાંબી ઉંમરની કામના કરી હતી. આવી રીતે નીતિશ કુમાર અને શરદ પવાર, અરવિંદ કેજરીવાલે દીર્ઘાયુની કામના કરી હતી. પોતાના 73મા જન્મદિવસ ઉપર મોદીએ દિલ્હી મેટ્રોની સફર કરી હતી. તેઓ દ્વારકા સ્થિત યશોભૂમિનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા હતા. દરમિયાન મેટ્રોમાં