અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ,તા.18 : ફેડના નાણાનીતિ વિષયક નિર્ણય પૂર્વે સોનાનો ભાવ એક સપ્તાહની ઉંચી સપાટીએ પહોંચ્યો હતો. ન્યૂયોર્કમાં સોનું 1927 ડોલર અને ચાંદી 23.11 ડોલર હતી. ફેડ વ્યાજદરને સ્થિર રાખશે એવું મહદઅંશે માનવામાં આવે છે એમ છતાં બેઠક અંગે ઇંતેજારી વધારે છે. ખાસ કરીને ફેડની ભાષા આગળની રણનીતિ માટે કેવી રહે છે તેની ઉત્સુકતા વધારે છે.
વિષ્લેષકો કહે છેકે,રોકાણકારો એકસપ્તાહથી નાણાનીતિની રાહ જોઇ રહ્યા છે. બુધવારે ફેડનો નિર્ણય આવશે એ પછી ગુરુવારે બેંક ઓફ ઇંગ્લેન્ડ અને શુક્રવારે બેંક ઓફ જપાનનો નિર્ણય આવવાનો છે. અમેરિકન અર્થતંત્ર ઉંચા ફુગાવા સામે લડી રહ્યું છે. રોકાણકારો એ કારણે જ વ્યાજદર નીચાં જાય એવું માનતા નથી. વ્યાજદર હજુ મધ્યમ ગાળા સુધી ઉંચા રહેવાની શક્યતા દેખાય છે.
સોનાનો ભાવ વ્યાજદર ઉંચા રહેશે ત્યાં સુધી દબાણ હેઠળ જ રહેશે. ઉંચા વ્યાજદર લાંબાગાળા સુધી સોનાને વધવા દેશે નહીં. સોનાની રેન્જ 1950-1952નું સ્તર વટાવે તો જ નવી તેજી માટે આગળ વધી શકે તેમ છે. આવતીકાલે શરૂ થનારી બેઠકમાં વ્યાજદર વધવાના નથી એ નિશ્ચિત છે.
જાણકારોના મતે સોનામાં ચાલુ વર્ષે હવે બાકી બચેલા શેર કરો -