• ગુરુવાર, 02 મે, 2024

દુબઈમાં વરસાદનો હાહાકાર!  

મુશળધાર વરસાદે સંયુક્ત આરબ અમીરાતમાં દુબઈ, અબુધાબી અને અન્ય શહેરો ઉપરાંત ઓમાન, બહેરિન, કતાર અને સાઉદી અરેબિયા દેશોમાં હાહાકાર મચાવી દીધો છે. તેના પગલે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના કેટલાક વિસ્તારોમાં વરસાદથી પૂરસ્થિતિ નિર્માણ થઈ હતી. રસ્તા પર સેંકડો વાહનો તરવા લાગ્યાં. યુએઈમાં વિમાનીમથકે પાણી ભરાઈ જતાં 50થી વધુ ઉડ્ડયનો રદ કરવાં પડયાં. વૈભવનાં પ્રતીક સમા બુર્જ ખલિફા અને આલિશાન મૉલ પરિસરમાંથી પાણી કાઢવાનો સમય આવ્યો હતો. અચાનક પડેલા મુશળધાર વરસાદે પડોશના ઓમાનમાં 18 જણનો ભોગ લીધો હતો. અફઘાનિસ્તાન-પાકિસ્તાનમાં ભોગ બનેલાઓની સંખ્યા 100થી વધુ છે. અમીરાતમાં 120 મિલિમીટર, એટલે ત્યાંના દોઢ વર્ષનો સરેરાશ જેટલો વરસાદ એક દિવસમાં પડવાથી સંપૂર્ણ જનજીવન ખોરવાઈ ગયું હતું. છેલ્લાં 75 વર્ષના વરસાદનો વિક્રમ છે.

આખા વિશ્વમાં પર્યટન અને વ્યાપાર માટે નવાજવામાં આવતા દેશમાંના તમામ વ્યવહાર ઠપ થયા હતા. તેને લઈ કરોડો રૂપિયાની હજારો મોટરો પણ વરસાદમાં તરવા લાગી. આટલા વરસાદની અપેક્ષા હોય એવા દુબઈ શહેરમાં સાહજિક આટલાં પાણીનો નિકાલ કરવાની કોઈ યંત્રણા નહોતી. કુદરતની મૂળભૂત સુવિધા બાબત પુન:નિયોજન કરવાનો સમય આવ્યો છે. પ્રચંડ વરસાદ પડવાને લઈ ગયા વર્ષે પણ દુબઈમાં આવી સ્થિતિ ઉદ્ભવી હતી. 

દુબઈમાં હાલમાં કરવામાં આવેલો કૃત્રિમ વરસાદનો પ્રયોગ નિષ્ફળ ગયો હોઈ આપત્તિ આવ્યાની ચર્ચા છે, પણ અભ્યાસીઓએ દાવાને નકારી કાઢયો છે. કૃત્રિમ વરસાદની અસર પાકિસ્તાન અને અન્ય દેશોમાં થવાની શક્યતા નથી. તે પ્રત્યે પણ અભ્યાસીઓએ ધ્યાન દોર્યું છે.

કેટલાક સંશોધકોના મતે વૈશ્વિક તાપમાન વધારાનું પરિણામ છે. હાલમાં દુબઈમાં પર્યાવરણ બદલાવ પર ચર્ચા કરવા માટે `કોપ 28' પરિષદ થઈ હતી. તેના કેટલાક મહિનામાં તેનું તાદૃશ પરિણામ જોવા મળે તેને કમનસીબ યોગાનુયોગ કહેવો પડે. પર્યાવરણમાં અતિરેક માનવીય હસ્તક્ષેપનાં દુષ્પરિણામ બાબત હવે જાગરૂકતા આવી રહી છે. જોકે, તેના પરના ઉપાયો બાબત એકમત અને વાસ્તવિક અમલ બજવણી શરૂ નથી થઈ, તો ભવિષ્યમાં આવી અનેક દુર્ઘટનાનો સામનો કરવો પડશે, ચેતવણી નિમિત્તે કુદરતે આપી છે.