• બુધવાર, 18 ફેબ્રુઆરી, 2026

ઐય્યર રાહુલ ગાંધી સામે જંગ છેડે છે

રાહુલ ગાંધી ભારત સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે જંગે ચડયા છે ત્યારે કૉંગ્રેસના - એમના ઘરમાં ચરુ ઊકળી રહ્યો છે! અને મણિશંકર ઐય્યર એક વખતના એમના ચાણક્ય અને વિશ્વાસુ ગણાતા હતા તે - હવે રાહુલ સામે જંગ છેડવા તૈયાર થયા છે. તાજેતરમાં કેરળની મુલાકાતમાં એમણે કેરળમાં ડાબેરી મોરચાની સરકાર ફરીથી સત્તા ઉપર આવશે. કૉંગ્રેસ મોરચા માટે નિવેદન નકારાત્મક - નિરાશાવાદી હોવાથી કૉંગ્રેસ હાઈ કમાંડે ગંભીર નોંધ લીધી છે અને ઐય્યરની `આગાહી' સાથે કૉંગ્રેસને કોઈ સંબંધ નથી એમ જણાવ્યું છે. પછી ઐય્યરે રાહુલ ગાંધીની નેતાગીરીને ઉતારી પાડી છે, પોતે રાજીવ-વાદી (રાજીવ ગાંધીના ટેકેદાર છે) રાહુલ ગાંધી-વાદી નથી... એમ પણ કહ્યું છે! હવે આવા ખુલ્લેઆમ પડકાર પછી `હાઈ કમાંડ' કેવાં પગલાં ભરે છે - ઐય્યરની પક્ષમાંથી હકાલપટ્ટી કરે છે કે પછી ઉંબરા બહાર ઊભા રાખે છે તે જોવાનું છે.

મણિશંકર ઐય્યર કોઈની પરવા કરે એવા નથી. રાહુલ ગાંધીના વિશ્વાસુ હોવા છતાં બેફામ આક્ષેપબાજીથી કૉંગ્રેસને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નુકસાન થયું હતું. રાહુલ ગાંધીના ખભા ઉપર જનોઈ ટાંગીને `જનોઈધારી બ્રાહ્મણ' બનાવીને હાસ્યાસ્પદ બનાવ્યા હતા.

હવે રાહુલ ગાંધી અને `હાઈ કમાંડ' જયરામ રમેશ અને પવન ખેડામાં વધુ વિશ્વાસ અને જવાબદારી મૂકે છે! ઐય્યર કૉંગ્રેસ વિરુદ્ધ બોલે છે અને લખે છે - એમ ઠસાવી દીધું છે અને એમને `ઘર બહાર' કાઢયા છે તે પછી ઐય્યર વધુ છેડાયા છે અને કહે છે કે નેહરુ અને ગાંધી પરિવારની ઉન્નતિ કૉંગ્રેસી કાર્યકરોને આભારી છે.

રાહુલ ગાંધીના કહેવાતા મિત્રો પણ કૉંગ્રેસ પક્ષ છોડી ગયા છે. જો તમે નેહરુ - ગાંધી પરિવારની નેતાગીરી સ્વીકારો નહીં તો કૉંગ્રેસમાં સ્થાન નથી. હું હજુ કૉંગ્રેસમાં છું, મેં પક્ષ છોડયો નથી. પવન ખેડા મને બરતરફ કરવા માગે છે તો ભલે કરે. હું ખુશીથી બહાર જઈશ અને પછી એમને `પૂંઠે' લાત મારીશ. પોતે ગાંધીવાદી હોવાનો - સત્યવાદી હોવાનો દાવો પણ કર્યો છે.

આટલું કહ્યા પછી મણિશંકર કહે છે કે કૉંગ્રેસના `ઇન્ડિયા મોરચા'ને બચાવવો હોય તો તામિલનાડુના ડીએમકેના મુખ્ય પ્રધાન સ્ટાલીન બચાવી શકશે અને રાહુલ ગાંધીને વડા પ્રધાન બનવામાં મદદ કરશે.

પણ તેઓ જાણતા હશે કે અત્યારે કૉંગ્રેસ અને ડીએમકે વચ્ચે મતભેદ છે - તંગદિલી છે. કૉંગ્રેસ સત્તામાં ભાગીદારી માગે છે અને ડીએમકે વિધાનસભામાં બેઠકો આપે પણ સત્તામાં ભાગીદારી - પ્રધાનપદ આપવા તૈયાર નથી. કર્ણાટક અને કેરળમાં પણ કૉંગ્રેસ અને ભાગીદાર પક્ષો વચ્ચે ખેંચતાણ ચાલે છે. સંજોગોમાં `જૂથવાદી રાજકારણ' ગંભીર બન્યું છે

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ