• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

`ચલ મન જીતવા જઈએ-2' શેમારૂ મી પર  

ગુજરાતી ફિલ્મ ચલ મન જીતવા જઈએને મળેલી સફળતાથી પ્રેરાઈને તેનો બીજો ભાગ ચલ મન જીતવા જઈએ-2 બનાવવામાં આવી હતી. આ ફિલ્મને થિયેટરમાં પ્રેક્ષકોનો ઉત્તમ પ્રતિસાદ સાપડયો હતો. હવે તે ઓટીટી પ્લૅટફૉર્મ શેમારૂ મી પર જોવા મળે છે. ફિલ્મમાં મન અને મસ્તિષ્ક વચ્ચે દર્શાવાતા સંઘર્ષે પ્રેક્ષકો પર ઊંડી છાપ છોડી છે. 

ચલ મન જીતવા જઈએ-2માં મનોબળ અને આત્મવિશ્વાસની વાત કરવામાં આવી છે. મુખ્ય પાત્રોના પરિવારના ટ્રેઝર હન્ટ રમતા દર્શાવાયા છે જે દરમિયાન તેઓ પોતાની જાતને શોધે છે, પ્રતિકૂળ પરિસ્થિતિને પહોંચી વળીને વિજેતા બને છે. 

દિપેશ શાહ દિગ્દર્શિત ફિલ્મ ચલ મન જીતવા જઈએ-2માં ધર્મેન્દ્ર ગોહિલ, રાજીવ મહેતા, કૃષ્ણા ભારદ્વાજ, હેમેન ચૌહાણ, હર્શ ખુરાના, સુચેતા ત્રિવેદી, શીતલ પંડયા અને અનાહિતા જહાંબક્ષ જેવા કલાકારોનો દમદાર અનુભવ જોવા મળે છે.