• ગુરુવાર, 21 સપ્ટેમ્બર, 2023

આ વર્ષે આઈફામાં 120 સેલિબ્રિટી અને પચીસ હજાર લોકોની હાજરી  

ઈન્ટરનેશનલ ઈન્ડિય ફિલ્મ એકેડેમી (આઈફા)ની 23મી આવૃત્તિ 26મી અને 27મી મેએ અબુ ધાબીના યશ આઈલૅન્ડમાં યોજાશે. વૈશ્વિક સ્તરે યોજાતા આ સૌથી મોટા ફિલ્મી કાર્યક્રમમાં સૌથી વધુ ટિકિટોનું વેચાણ થયું છે. બંને દિવસમાં મળીને પચીસ હજાર લોકો આ કાર્યક્રમ જોવા આવશે, જ્યારે 120 સેલિબ્રિટીઝ અને મીડિયાના 240 પ્રતિનિધિઓ પણ હાજર રહેશે. સલમાન ખાન, કમલ હાસન, રિતિક રોશન, અનિલ કપૂર, અભિષેક બચ્ચન, વરુણ ધવન, રાજકુમાર રાવ, વિકી કૌશલ અને ફરદીન ખાન જેવા અભિનેતાઓ સાથે આલિયા ભટ્ટ, ક્રીતિ સેનન, જેકલિન ફર્નાન્ડિઝ, રકુલ પ્રીત સિંહ, દિયા મિર્ઝા, નોરા ફતેહી, મૃણાલ ઠાકુર જેવી અભિનેત્રીઓ જોવા મળશે. વિવિધ કલાકારો લાઈવ પરફોર્મ કરશે અને તે સાથે કબીર ખાન અને ઉમંગ કુમાર ફિલ્મમેકિંગ પર પર માસ્ટર કલાસ અને વર્ક શૉપ્સનું સંચાલન કરશે.

હેડલાઇન્સ