મુંબઈ, તા. 20 : કેરળમાં નિપાહ વાયરસના સંક્રમણથી બે જણનાં મૃત્યુ થતાં મહારાષ્ટ્ર સરકાર પણ સતર્ક બની છે. તમામ પાલિકા અને જિલ્લા હૉસ્પિટલોને સૂચના આપીને નિપાહ વાયરસ સંક્રમણ સંબંધિત કોઈપણ લક્ષણો દેખાય તો તાત્કાલિક તબીબી નિયમાવલીનું પાલન કરીને સારવાર અને નિયંત્રણાત્મક ઉપાયો કરવાનું કહેવાયું છે. દર્દીની સારવાર કરનારા તબીબી કર્મચારી અને દર્દીની સેવા કરનારા પરિવારજનોને પણ એનું સંક્રમણ થઈ શકે છે. નિપાહ જેવા લાગતા રોગોનું સર્વેક્ષણ દરેક સ્તરે થવું જરૂરી છે, એવું ડિરેક્ટોરેટ અૉફ હેલ્થ સર્વિસે સ્પષ્ટ ર્ક્યું છે. આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે છેલ્લાં ત્રણ અઠવાડિયાંમાં, નિપાહ ફેલાયો હોય એવા વિસ્તારની ખાસ કરીને કેરળ, ઈશાન ભારત અથવા બાંગ્લાદેશના સીમા વિસ્તારની મુલાકાત લીધી હોય તથા રોગનાં લક્ષણો ધરાવતા હોય એવા કોઈ પણ દર્દીને નિપાહનો શંકાસ્પદ દર્દી ગણવો. આવો દર્દી જોવા મળે તો એમનું વિલગીકરણ કરવાનું અને તેના તબીબી પરીક્ષણના નમૂના પુણેની એનઆઈવી (નેશનલ ઈન્સ્ટિટયૂટ અૉફ વાયરોલોજી)માં મોકલવાનું કહેવામાં આવ્યું છે. નિપાહ સંક્રમિત વ્યક્તિમાં તાવ, શરીરમાં દુખાવો, માથાનો દુખાવો, ઊંઘ આવવી, માનસિક અસ્વસ્થતા, બેભાન થઈ જવું વગેરે લક્ષણો જોવા મળે છે. સંક્રમિત દર્દીઓમાં મૃત્યુનું પ્રમાણ 40થી 70 ટકા જેટલું છે.
આ રોગ માટે કોઈ ચોક્કસ દવા નથી. રૉબવિરિન નામની શેર કરો -