કુલ ઉત્પાદન ઘટીને 1748.40 લાખ ટન થશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 24 : અૉક્ટોબર 2023ના શરૂ થનારી નવી સિઝનમાં વિશ્વ સ્તરે ખાંડના ઉત્પાદનમાં ઘટાડો થવાનો અંદાજ છે. ઇન્ટરનેશનલ સુગર અૉર્ગેનાઇઝેશન (આઈએસઓ)ના રિપોર્ટ મુજબ નવી સિઝન વર્ષ 2023-24માં વિશ્વ સ્તરે ખાંડના કુલ ઉત્પાદનમાં 1.21 ટકાનો ઘટાડો થવાની ગણતરી છે. ખાંડના ઉત્પાદન અને વપરાશમાં 21.18 લાખ ટનની ખાધ રહેવાનો અંદાજ છે.
આઈએસઓના રિપોર્ટ મુજબ વર્તમાન સિઝન 2022-23માં ખાંડનું કુલ ઉત્પાદન વિશ્વ સ્તરે 1770.20 લાખ ટન થયું છે. જે નવી સિઝન 2023-24માં ઘટીને 1748.40 લાખ ટન જેટલું થવાનો અંદાજ છે. નવી સિઝનમાં ડેફિસિટ 21.18 લાખ ટન જેટલી રહેવાની ગણતરી છે. જે આ વર્ષે 4.93 લાખ ટનનો સરપ્લસ થયો છે. ભારતમાં આ વર્ષે અૉગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ ઓછો પડયો છે એને કારણે શેરડીના પાક પર પ્રતિકૂળ અસર જોવા મળી છે. નવી સિઝનમાં ભારતમાં ખાંડના ઉત્પાદનમાં ઘટાડો થવાની અપેક્ષા છે. બ્રાઝિલના શેરડીનો રેકોર્ડ ક્રોપ થવાની ગણતરી છે. પરંતુ ક્રૂડતેલના ઊંચા ભાવને પગલે આ વર્ષે ઇથેનોલ માટે વધુ શેરડીનો ઉપયોગ થવાની અપેક્ષા છે એને પગલે ખાંડનું ઉત્પાદન ઓછું થશે.
ભારતમાં ઉત્પાદન 300 લાખ ટન થશે
ખાંડ ઉદ્યોગ સાથે સંકળાયેલાં સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ નવી સિઝનમાં ભારતમાં ખાંડનું ઉત્પાદન 300 લાખ