• શનિવાર, 02 માર્ચ, 2024

ભાજપ ત્રણ રાજ્યમાં કોને બનાવશે મુખ્ય પ્રધાન ?

મધ્યપ્રદેશમાં શિવરાજ, સિંધિયા, તોમર સહિતના દાવેદાર

રાજસ્થાનમાં શેખાવત, દીયા કુમારી, બાલકનાથ યોગીના નામો ચર્ચામાં 

ભોપાલ, તા. 4 : ભાજપ માટે ત્રીજી ડિસેમ્બર શાનદાર રહી હતી. જેમાં ત્રણ રાજ્ય રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપે જીત મેળવી છે. મધ્યપ્રદેશમાં ભાજપ પહેલાથી સત્તામાં હતી જ્યારે રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસને હરાવી છે. ભાજપની જીત 2024 પહેલા કોંગ્રેસ માટે મોટો આંચકો માનવામાં આવે છે. જો કે ત્રણ રાજ્યમાં ભાજપ માટે પિક્ચર હજી બાકી છે. હકકીતમાં સૌથી મોટો સવાલ મુખ્ય પ્રધાન પદને લઈને છે. વસુંધરા રાજે અને ડો. રમણ સિંહ પોતાનાં રાજ્યોમાં મુખ્ય પ્રધાન રહી ચૂક્યાં છે જ્યારે શિવરાજસિંહ ચૌહાણ એમપીના મુખ્ય પ્રધાન હતા. હવે આ ત્રણેય દિગ્ગજોને મુખ્ય પ્રધાનની રેસમાં માનવામાં આવતા નથી, કારણ કે ત્રણેય રાજ્યમાં ભાજપે કોઈ ચહેરા વિના ચૂંટણી લડી  છે. માનવામાં આવે છે કે ત્રણેય રાજ્યમાં જનતાને મુખ્ય પ્રધાનપદે નવો ચહેરો જોવા મળી શકે છે. 

મધ્યપ્રદેશમાં ભાજપે ચૂંટણી સમયે મુખ્ય પ્રધાન તરીકે શિવરાજનો ઉલ્લેખ કર્યો નહોતો. ચૂંટણી નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર લડી છે અને જીત પણ મેળવી છે. ચૂંટણી સમયે જ માનવામાં આવતું હતું કે ભાજપ કોઈ નવા ચહેરાને સામે લાવશે. જો કે બંપર જીત બાદ શિવરાજસિંહ ચૌહાણ રેસમાં સૌથી આગળ છે. બીજી તરફ એમપીમાં જ્યોતિરાદિત્ય સિંધિયાનું નામ પણ છે. જો કે ભાજપ આ મામલે સાવચેત છે, કારણ કે સિંધિયા કોંગ્રેસમાં હતા અને તેને મુખ્ય પ્રધાન બનાવવામાં આવે તો જૂથબંધી થઈ શકે છે. કેન્દ્રીય પ્રધાન નરેન્દ્રસિંહ તોમરની દાવેદારી પણ મજબૂત માનવામાં આવે છે. આ ઉપરાંત કૈલાશ વિજયવર્ગીય અને પ્રદેશ અધ્યક્ષ વીડી શર્મા પણ રેસમાં સામેલ છે.

Budget 2024 LIVE
હેડલાઇન્સ