• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

મલેશિયન પામતેલ વાયદામાં ઘટાડો  

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 18 : મલેશિયન પામતેલ વાયદામાં સપ્તાહના પ્રથમ દિવસે ઘટાડા સાથે શરૂઆત થઈ હતી.ડાલિયન બજાર અને શિકાગોમાં સોયાબીનના ભાવ ઘટતા પામતેલ વાયદા તૂટયા હતા.મલેશિયામાં પામતેલનો ડિસેમ્બર કોન્ટ્રાક્ટ 76 રીંગીટ ઘટી જતા 3754ની સપાટીએ બંધ થયો હતો.કાચા તેલમાં થોડી મજબૂતી હોવા છતા સોયાબીન તેલમાં નબળાઈને પગલે પામતેલ વાયદા નીચા રહ્યા હતા.ઈન્ડોનેશિયાએ 16 થી 30 સપ્ટેમ્બર માટે તેની ક્રૂડ પામતેલની સંદર્ભ કિંમત 798 ડોલર પ્રતિ ટન નક્કી કરી છે જે મહિનાના પ્રથમ અર્ધભાગથી નીચે છે. મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહીમને ટાંકીને સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો હતો કે,ચીન તેની પામતેલની આયાતમાં ચાલુ વર્ષે 2.50 લાખ ટનનો વધારો કરશે.મલેશિયન પામતેલ ઉત્પાદનોની નિકાસ 1 થી 15 સપ્ટેમ્બર દરમિયાન 5.74 લાખ ટનની થઈ હતી.જે એક મહિનાની સરખામણીએ 9.3 ટકા ઘટી હતી.ડાલિયનનો સૌથી સક્રિય સોયાતેલ કોન્ટ્રાક્ટ 1.34 ટકા અને તેનો પામતેલ કોન્ટ્રાક્ટ 1.65 ટકા તૂટયો હતો.જ્યારે શિકાગોમાં સોયાતેલના ભાવ 0.47 ટકા ઘટયા હતા.

સ્થાનિક બજારમાં આયાતી તેલોના ભાવમાં ઘટાડો હતો.કંડલા બંદરે પામતેલ હાજર રૂ.810 અને સોયાતેલ રૂ. 865માં મળતું હતું.બંને તેલોમાં રૂ.10 તૂટયા હતા.સીંગતેલના ભાવમાં ઉછાળો નોંધાયો હતો.સૌરાષ્ટ્રમાં