• ગુરુવાર, 23 જુલાઈ, 2026

બસ કરો હવે

દાદર, અંધેરી, માનખુર્દ અને બોરીવલી છેલ્લા પખવાડિયામાં બેકાબૂ બનેલી બેસ્ટની બસોને કારણે અકસ્માતોની પરંપરા સર્જાઈ છે અને શહેરની જીવનરેખા અનેકનાં મૃત્યુનું કારણ બની છે. માનખુર્દમાં થયેલા અકસ્માતમાં ધારાશિવથી મુંબઈ પોતાની દીકરીને મળવા આવેલા એક ખેડૂતનું મોત થવા ઉપરાંત ડ્રાઈવર, કન્ડક્ટર સહિત દસ જણ ઘાયલ થયા છે. અકસ્માત થયો બધી બસો કૉન્ટ્રાક્ટ પરની છે અને તેના ડ્રાઈવર પણ કૉન્ટ્રાક્ટ કર્મચારીઓ છે, જેમને બસ ચલાવવાનો પૂરતો અનુભવ હોતો નથી. તપાસમાં ચારમાંથી ત્રણ અકસ્માતમાં બસમાં ખામી નહીં હોવાનું અને માનવીય ભૂલને કારણે આવું થયું હોવાનું સામે આવ્યું છે. જોકે, ડ્રાઈવરોએ બ્રૅક ફેઈલનું કારણ આપ્યું છે. ખરેખર તો તંત્રની નિષ્ફળતા છે. કૉન્ટ્રાક્ટરોને ક્લીન ચિટ આપી ડ્રાઈવરો પર દોષનો ટોપલો ઢોળવાથી સમસ્યા ઉકેલાવાની નથી. બેસ્ટ સમિતિની બેઠકમાં સામે આવ્યું છે કે, માનખુર્દમાં જે બસને અકસ્માત થયો એનો ડ્રાઈવર આખી રાત સીએનજી બસ પર ફરજ બજાવ્યા બાદ સવારે ફરી બીજી બસ ચલાવવા આવ્યો હતો. સભ્યોએ કૉન્ટ્રાક્ટર સામે પણ પગલાં લેવાનું સૂચન કર્યું હતું, પણ બેસ્ટ ઉપક્રમે સ્પષ્ટતા કરી કે ચાલક અૉવરટાઈમ પર નહોતો અને બસમાં પણ કોઈ ખામી નહોતી, ડ્રાઈવરની બેદકરકારી અને સમયસર બસની ગતિ ઓછી કરવાને કારણે અકસ્માત સર્જાયો હતો. નોંધનીય છે કે, બેસ્ટના કાફલામાંની 2802 બસોમાંથી 2558 ભાડાંની બસો છે. ભૂતકાળમાં બેસ્ટની બસોની સંખ્યા તથા તેમના પોતાના ડ્રાઈવર્સની સંખ્યા ખાસ્સી મોટી હતી

હાલમાં બસસેવાનાં સો વર્ષ પૂરાં કરનાર બેસ્ટની ઉજવણીના ગણતરીના દિવસોમાં એક પછી એક અકસ્માતોની ઘટના બનવાને કારણે લોકોમાં ચિંતા અને રોષ છે. ટ્રાફિકજામ, રસ્તા પરના ખાડા અને ફૂટપાથ પર દબાણને કારણે રાહદારીઓને નાછૂટકે રસ્તા પર ચાલવું પડે છે. આવામાં, બેસ્ટની બસો રાહદારીઓને અડફેટે લેવાની ઘટનાઓ જે ઝડપે બની રહી છે, જોતાં દિશામાં તરત પગલાં લેવાય આવશ્યક છે. દરેક અકસ્માતમાં યોગાનુયોગ કે બસો ભાડે લેવાયેલી અને ચાલકો કૉન્ટ્રાક્ટ વર્કર હતા. આવામાં સમયની માગ છે કે, બેસ્ટ પોતાની માલિકીની બસોની સંખ્યા વધારે. રાજ્ય સરકારે હાલમાં બેસ્ટની સ્વ-માલિકીની પાંચ હજાર એસી -બસ ખરીદવાની યોજનાને મંજૂરી આપવા સાથે રૂા. 6500 કરોડ ફાળવવાને લીલી ઝંડી આપી છે. લાંબા ગાળાનું આયોજન તો દસ હજાર બસોનો કાફલો ઊભો કરવાનો તથા વેટ લીઝ સિસ્ટમથી દૂર થવાનું છે. આશા રાખીએ, યોજનાને મળેલી મંજૂરી કાગળ પર રહેતા નક્કર સ્વરૂપ લે અને જીવનરેખા મૃત્યુનું કારણ બનતી અટકે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ