કૅનેડામાં સ્થાયી થયેલા એક મૂળ ભારતીય પણ આતંકવાદીની હત્યા બદલ ભારત ઉપર દોષારોપણ થયા પછી ભારત સરકારે દૃઢ અને આક્રમક વલણ લીધી છે. રાજદૂતને ભારત છોડવાનું જણાવાયા બાદ ભારતે કૅનેડાના નાગરિકોને વિઝા આપવાની પ્રક્રિયા પર અસ્થાયી રોક લગાવી છે. કૅનેડાને નવી દિલ્હીની એલચી કચેરીમાં ડિપ્લોમેટ અને કર્મચારીઓની સંખ્યા ઘટાડવા પણ જણાવાયું છે એટલું જ નહીં ભારતે કહ્યું છે કે, કૅનેડા આતંકવાદીઓનું સુરક્ષિત આશ્રયસ્થળ બની ગયું છે અને ભારતની આંતરિક બાબતોમાં દખલ કરવામાં આવે છે.
કૅનેડામાં વસેલા ખાલિસ્તાની આતંકવાદીઓ બાબત અવારનવાર કૅનેડાને માહિતી આપી છે, પણ કોઈ કાર્યવાહી થઈ જ નથી. વાસ્તવમાં આ જ કારણ છે કે ખાલિસ્તાનીઓ કૅનેડામાં બેલગામ બની ગયા છે, તે હિન્દુ મંદિરોને નિશાન બનાવે છે અને ભારતીય ડિપ્લોમેટોની હત્યાની ખુલ્લેઆમ ધમકીઓ આપે છે. આમ છતાં કૅનેડાની સરકાર મૌન પ્રેક્ષક બની રહી છે. ખાલિસ્તાન સમર્થક હિંસાનો જયજયકાર કરવાની સાથે ભારતના ટુકડે ટુકડા કરવાની ધમકી આપી છે, પરંતુ ટ્રુડો સરકારને ભારતના હિતની પરવા નથી અને ભારતને અપાતી ધમકીઓ વાંધાજનક લાગતી નથી!
દરેક દેશમાં નાગરિક સ્વતંત્રતા બહાલ કરવી ઉચિત છે, પણ પોતાની ધરતી પર શેર કરો -