• શનિવાર, 13 એપ્રિલ, 2024

મિલકત ખાલી કરાવવાની નોટિસમાં તારીખ અને સમયગાળાનો ઉલ્લેખ કરો  

ટૂંકી નોટિસ આપવા હાઇ કોર્ટે એસઆરએને ફટકાર લગાવી

મુંબઈ, તા. 29 : મુંબઈ હાઇ કોર્ટે સત્તાવાળાને આદેશ આપ્યો છે કે કોઈપણ મિલકત ખાલી કરવાની નોટિસ હેઠળ કઈ તારીખ સુધીમાં ખાલી કરવી જોઈએ અને કોઈપણ કાયદામાં ઉલ્લેખિત કલાકોનો ઉપયોગ ન્યૂનતમ નોટિસ તરીકે થવો જોઈએ. ન્યાયમૂર્તિ ગૌતમ પટેલ અને કમલ ખાટાની ખંડપીઠે જણાવ્યું હતું કે, ઉલ્લેખિત દિવસે કોર્ટ અથવા ટ્રિબ્યુનલમાં રજા હોવી જોઈએ નહીં. સ્લમ રિહેબિટલિટેશન (એસઆરએ) દ્વારા જારી કરાયેલી સાત દિવસની નોટિસને પડકારતી વરલી ડેરી નજીકના પ્રાઇમ લોકેશન પર બહુમાળી ઈમારતોમાં રહેતાં ઝૂંપડાંવાસીઓ દ્વારા દાખલ કરાયેલી પિટિશનમાં અદાલતે આદેશ આપ્યો હતો. 

અરજદારોએ જણાવ્યું હતું કે, ઈમારતો તેમના વૈકલ્પિક આવાસ છે, પરંતુ તેને અચાનક ટ્રાન્ઝિટ કૅમ્પ તરીકે ગણવામાં આવી હતી અને બીલ્ડરના પ્રોજેક્ટને મંજૂરી આપવા માટે તોડી પાડવાની નોટિસ આપવામાં આવી હતી. 21મી ફેબ્રુઆરીના રોજ હાઇ કોર્ટે તેની ટૂંકી નોટિસ માટે એસઆરએને ફટકાર લગાવી હતી. જેણે અરજદારોને એપેક્સ ગ્રીવન્સ રિડ્રેસલ કમિટી (એજીઆરસી) સમક્ષ અપીલ કરવાનો સમય આપ્યો ફન હતો. 

સુનાવણી પછી એજીઆરસીએ 9મી અને 16મી ફેબ્રુઆરીની મિલકત ખાલી કરાવવાની નોટિસ પર સ્ટે મૂક્યો હતો. બાવીસમી ફેબ્રુઆરીના એજીઆરસીએ હાઇ કોર્ટને જાણ કરી હતી કે તેને કોસ્ટલ રેગ્યુલેશન ઝોન અને ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ તેમ સોસાયટીના ઠરાવોની વિગતવાર તપાસ માટે વધુ સમયની જરૂર છે. અદાલતે તેની સંમતિ આપી અને તમામ પક્ષકારોની દલીલોને સમિતિ સમક્ષ ખુલ્લી રાખી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ