નવી દિલ્હી, તા.24 : વર્ષના અંતે પાંચ રાજયોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જીતનો મોટો દાવો કર્યો છે. દિલ્હી ખાતે એક કાર્યક્રમમાં તેમણે કહ્યંy કે તેલંગાણા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં તેમની પાર્ટી ચૂંટણી જીતવા જઈ રહી છે.
2024ની લોકસભા ચૂંટણી પણ જીતવાનો દાવો કરતાં કહયુ કે ભાજપા હેરાન થઈ જશે. કર્ણાટકમાં કોંગ્રેસે એક મહત્વનો બોધ લીધો છે અને તે હિસાબે કામ કરવામાં આવી રહયું છે. રાહુલ ગાંધીએ કહ્યંy કે અમે નિશ્ચિત રુપે મધ્યપ્રદેશ, છત્તીસગઢ જીતી રહ્યા છીએ. તેલંગાણામાં પણ કોંગ્રેસની સરકાર આવશે. રાજસ્થાનમાં કોંગ્રેસ જીતના પુનરાગમનની નજીક છે. કોંગ્રેસ આ રાજયો જીતવા સક્ષમ હોવાની તેમને પૂરી આશા છે. સોશિયલ મીડિયા એકસ પર એક વીડિયો જારી કરાયો છે જેમાં રાહુલ ગાંધી આવો દાવો કરતાં સાંભળવા મળે છે. તેમણે લગાવ્યો કે ભાજપા ચૂંટણી જીતવા ધ્યાન ભટકાવે છે અને સામેવાળાને તેમના નેરેટિવ સેટ કરવા દેતી નથી. આ બોધ અમે કર્ણાટકની ચૂંટણીથી લીધો છ. બિધૂડી અને નિશિકાંત દુબેના નિવેદનને ધ્યાન ભટકાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો. એક રાષ્ટ્ર એક ચૂંટણી, દેશનું નામ બદલવા જેવા મુદાઓ આવો જ એક પ્રયાસ હતો.