અૉસ્ટ્રેલિયા સામેની ત્રણ મૅચની શ્રેણીમાં ભારત 1-0થી આગળ
મોહાલી તા.22 : પહેલા ઝડપી બોલર મોહમ્મદ શમીની પ વિકેટ અને બાદમાં શુભમન ગિલ (74), ઋતુરાજ ગાયકવાડ (71), સૂર્યકુમાર યાદવ (50) અને કેપ્ટન કેએલ રાહુલ (અણનમ 58)ની અર્ધસદીથી ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધના પ્રથમ વન ડે મેચમાં ભારતનો પ વિકેટે આક્રમક વિજય થયો હતો. આ શાનદાર જીતથી ત્રણ મેચની શ્રેણીમાં ભારતીય ટીમ 1-0થી આગળ થઇ છે. પ્રથમ દાવ લેનાર ઓસ્ટ્રેલિયાએ 276 રન કર્યાં હતા. ભારતે 48.4 ઓવરમાં 8 દડા બાકી રાખીને પ વિકેટે 281 રન કરીને ઓસ્ટ્રેલિયાને હાર આપી હતી. કપ્તાન કેએલ રાહુલ 63 દડામાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાથી 58 રને અણનમ રહ્યો હતો. જયારે સૂર્યકુમાર યાદવે વન ડેમાં ફોર્મ ઝળકાવીને કેરિયરની ત્રીજી અર્ધસદી કરી હતી.
278 રનના વિજય લક્ષ્યનો પીછો કરતા ભારતની શરૂઆત સંગીન અને આક્રમક રહી હતી. ઇન ફોર્મ ઓપનર શુભમન ગિલ અને યુવા ઋતુરાજ ગાયકવાડ વચ્ચે પહેલી વિકેટમાં130 દડામાં 142 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. જો કે આ બન્નેના આઉટ થયા બાદ કાંગારૂ બોલરો વાપસી કરવામાં સફળ રહ્યા હતા. ઋતુરાજ ગાયકવાડ તેની વન ડે કેરિયરનો શ્રેષ્ઠ સ્કોર કરીને 77 દડામાં 10 ચોગ્ગાથી 71 રને આઉટ થયો હતો. જયારે રનમશીન શુભમન ગિલે 63 શેર કરો -