• શનિવાર, 02 માર્ચ, 2024

આજે ચોથી ટી-20 : ભારત માટે ઝડપી બૉલરો મુખ્ય ચિંતા

ટી-20 વિશ્વ કપ પહેલાં અૉસ્ટ્રેલિયા વિરુદ્ધ શ્રેણીમાં અર્શદીપ, પ્રસિદ્ધ, આવેશ, મુકેશે કર્યા નિરાશ 

નવી દિલ્હી, તા.30 : ક્રિકેટ વિશ્વ કપમાં ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલમાં પરાજય બાદ ભારતીય ટીમ હાલ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જ ઘરેલું ટી-20 શ્રેણી રમી રહી છે જેમાં 2-1થી સરસાઈ મેળવી છે. પાંચ ટી-20 શ્રેણીમાં ભારતીય બેટરોએ શાનદાર પ્રદર્શન કર્યુ છે પરંતુ મુખ્ય ચિંતા બોલરોની છે. તા.1 ડિસેમ્બરને શુક્રવારે રાયપુરમાં ચોથો ટી-20 રમાશે જેમાં ભારતીય ટીમ શ્રેણી કબ્જે કરવા તો ઓસ્ટ્રેલિયા સરભર કરવાના ઈરાદે ઉતરશે.

ટી-20 વિશ્વ કપ પહેલા ભારતને હજૂ 8 ટી-20 રમવાના છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાઈ રહેલી વર્તમાન શ્રેણીમાં ભારતીય બોલરો ખાસ કરીને ઝડપી બોલરો ખર્ચાળ સાબિત થયા છે. ક્રિકેટ વિશ્વ કપમાં ફાઈનલમાં જ સ્ટાર બોલરો બેઅસર સાબિત થયા હતા આમ ટી-ર0 વિશ્વ કપમાં ભારતને મુખ્ય ચિંતા બોલરોન ાફોર્મની રહેશે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શ્રેણીમાં ભારતે નવા બોલરોને અજમાવ્યા છે પરંતુ તેઓ ધાર્યુ પ્રદર્શન કરી શકયા નથી.

સૂર્યકુમારની આગેવાની હેઠળ રમી રહેલી ભારતીય ટીમમાં ઝડપી બોલર તરીકે અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, આવેશ ખાન અને મુકેશકુમારને તક આપવામાં આવી છે. જેમાં મુકેશ કુમારે શરૂઆતના બે મેચ રમ્યા બાદ પોતાના લગ્નને કારણે 3 મેચમાંથી બ્રેક લીધો છે. નવા ચારેય ઝડપી બોલરોએ રમેલા મેચમાં અપેક્ષા મુજબ પ્રદર્શન કર્યુ નથી.મુકેશકુમારની ગેરહાજરીમાં દીપક ચાહરનો સમાવેશ કરાયો છે પરંતુ તેને અત્યાર સુધી રમવાની તક મળી નથી.

Budget 2024 LIVE
હેડલાઇન્સ