• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

એશિયા કપનું ટાઈમ ટેબલ શુક્રવારે જાહેર થશે

ભારતીય ટીમ કે બીસીસીઆઇના સેક્રેટરી પાકિસ્તાન જશે નહીં : ધૂમલ

નવી દિલ્હી, તા.12: એશિયા કપનો શેડયૂલ લગભગ શુક્રવારે જાહેર થશે. આઇપીએલ ચેરમેન અરુણ ધૂમલે ભારપૂર્વક કહ્યું છે કે ટીમ ઇન્ડિયા પાકિસ્તાનના યાત્રા કરશે નહીં. ધૂમલ હાલ દ. આફ્રિકાના શહેર ડરબનમાં છે. જયાં આઇસીસીની ચીફ એક્ઝિકયુટીવ સદસ્યોની બેઠક યોજાઇ છે. તેમણે પુષ્ટિ કરી કે બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ અને પીસીબીના ચેરમેન જકા અશરફ એશિયા કપના શેડયૂલને અંતિમ રૂપ આપવા માટે ગુરુવારે આઇસીસીની બેઠક પહેલા મળશે. 

તેમણે એમ પણ જણાવ્યું કે એશિયા કપ હાઇબ્રિડ મોડલ અનુસાર આગળ વધશે અને તે પ્રમાણે જ કાર્યક્રમ જાહેર થશે. શરૂઆતના 4 લીગ મેચ પાકિસ્તાનમાં રમાશે અને પછીના 9 મેચ શ્રીલંકામાં રમાશે. ભારત અને પાક. ટીમ જો ફાઇનલમાં પહોંચશે તો ખિતાબી મુકાબલો શ્રીલંકામાં રમાશે. અરુણ ધૂમલે પાક. મીડિયામાં આવતા સમાચાર અનુસાર ભારતીય ટીમ પાકિસ્તાન જશે તે નકારી દીધા હતા. ધૂમલે કહ્યં આવી કોઇ વાત નથી. ભારતીય ટીમ કે અમારા (બીસીસીઆઇ) સચિવ પાકિસ્તાન જઇ રહ્યા નથી. તેમણે એવો પણ સંકેત આપ્યો કે એશિયા કપનો ભારત-પાકિસ્તાનનો મેચ લગભગ શ્રીલંકાના દામ્બુલામાં રમાશે. પાક. ટીમનો એકમાત્ર મેચ જે તેની ધરતી પર રમાશે તે નેપાળ વિરુદ્ધ હશે. આ સિવાય પાકિસ્તાનમાં અફધાનિસ્તાન વિ. બાંગલાદેશ, શ્રીલંકા વિ. બાંગલાદેશ અને અફઘાનિસ્તાન વિ. શ્રીલંકાના મેચ પાક.માં રમાશે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ