• ગુરુવાર, 21 સપ્ટેમ્બર, 2023

`બ્લડી ડેડી'માં શાહિદ કપૂર સાથે અપર્ણા નાયક 

અલી અબ્બાસ ઝફરની એકશન થ્રિલર ફિલ્મ બ્લડી ડેડીમાં  શાહિદ કપૂર સાથે અપર્ણા નાયર જોવા મળશે. આ ફિલ્મથી તે બૉલીવૂડમાં પ્રવેશશે. અગાઉ અપર્ણાએ અભિનેત્રી તરીકેની પોતાની ક્ષમતા પુરવાર કરી છે. બ્લડી ડેડીમાં તે અને શાહિદ એક ફ્રેમમાં જોવા મળશે અને તેમની કેમિસ્ટ્રી જોવી રસપ્રદ બની રહેશે. આ બંને ઉપરાંત ફિલ્મમાં રોનિત રોય, સંજય કપૂર, રાજીવ ખંડેલવાલ, ડાયના પેન્ટી અને અંકુશ ભાટિયા છે. 2011માં આવેલી ફ્રેંચ એકસન થ્રિલર સ્લીપલેસ નાઈટ પરથી બ્લડી ડેડી બનાવવામાં આવી છે. સ્લીપલેસ નાઈટના દિગ્દર્શક ફ્રેડરિક જાર્ડિન હતા. અપર્ણા મિડલ ઈસ્ટની જાણીતી અભિનેત્રી છે. તેણે પાંચસોથી અધિક જાહેરખબરમાં અભિનય કર્યો છે. તે કન્ના વિચ વાલિયા મ્યુઝિક વીડિયોમાં હની સિંહ અને હોમી દિલિવાલ સાથે જોવા મળી હતી. હવે તે બ્લડી ડેડી સાથે હિન્દી ફિલ્મજગતમાં પ્રવેશ કરશે. 

હેડલાઇન્સ