• શનિવાર, 02 માર્ચ, 2024

પરંપરાગત લુંગી પહેરેલા યુવાનને વિરાટ કોહલીની રેસ્ટોરાંમાં પ્રવેશ કરતાં અટકાવાયો

મુંબઈ, તા. 4 : ક્રિકેટર વિરાટ કોહલી અંગે નવો વિવાદ બહાર આવ્યો છે. એ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં લૂંગી પહેરેલી આ વ્યક્તિએ દાવો ર્ક્યો છે કે પોતે પહેરેલા પરંપરાગત ભારતીય પોશાકને લીધે એને વિરાટ કોહલીની મુંબઈમાં જુહૂસ્થિત `વન8 કમ્યૂન' રેસ્ટોરાંમાં પ્રવેશ આપવામાં આવ્યો નહીં. 

તામિલનાડુનો આ યુવાન આ રેસ્ટોરાંની બહાર ઊભો રહીને વીડિયો બનાવી રહ્યો છે. એણે સફેદ રંગનું શર્ટ અને સફેદ લૂંગી પહેરી છે. વીડિયોમાં એ કહી રહ્યો છે કે, આ વિરાટ કોહલીની જુહૂસ્થિત રેસ્ટોરાં છે. જુહૂની `જે ડબ્લ્યુ મેરિયટ'માં ચેક ઈન ર્ક્યા બાદ હું આ રેસ્ટોરાંમાં આવ્યો હતો. જાણીતી બ્રાન્ડના કપડાં પહેર્યા છતાં રેસ્ટોરાં મૅનેજમેન્ટે મને પ્રવેશ આપ્યો નહીં અને મેં પહેરેલા વસ્રોનો તેમના ડ્રેસ કોડમાં સમાવેશ નહીં હોવાનું કહ્યું. મેં યોગ્ય તમિલ સંસ્કૃતિના વસ્રો પરિધાન ર્ક્યા છે. રેસ્ટોરાંના મૅનેજમેન્ટે સંપૂર્ણ તમિલ સમાજ અને આપણી સંસ્કૃતિનું અપમાન ર્ક્યું છે, એવું આ યુવાને વીડિયોમાં કહ્યું છે. વિરાટ કોહલીની હૉટલ પાસે બનેલી આ ઘટના અંગે નેટિઝેન્સ વિવિધ પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે.

Budget 2024 LIVE
હેડલાઇન્સ