મુંબઈ પર 26/11ના આતંકવાદી હુમલાના એક મુખ્ય અપરાધી તહવ્વુર રાણાને અમેરિકાથી ભારત લાવવો એક મોટી સફળતા છે. રાણાએ અમેરિકાથી પ્રત્યાર્પણથી બચવા માટે તમામ પ્રકારના દાવ અજમાવ્યા હતા, પણ નિષ્ફળ ગયા. હવે તે ભારતની ધરતી પર કેદમાં રહેશે, જેની સાથે તેણે જઘન્ય દુશ્મની વહોરીને આતંકી આક્રમણ કર્યું હતું. ભારતમાં તેની ઊંડી તપાસ પછી 26/11ના હુમલાથી સંકળાયેલા અનેક સવાલોના જવાબ મળી શકશે. ભારતના પૂરતા પ્રયાસ રહ્યા છે કે 26/11ના દોષીઓને યોગ્ય સજા મળે.
65 વર્ષનો રાણા કોઈપણ પ્રકારની માફી માટે
હકદાર નથી. તે લોસ એન્જલસમાં મેટ્રોપોલિસ ડિટેન્શન સેન્ટરમાં બંધ હતો અને ત્યાંથી બચી
નીકળવાનો કોઈ અવકાશ જ ન હતો. મુંબઈ હુમલામાં છ અમેરિકાના નાગરિક પણ માર્યા ગયા હતા.
આથી અમેરિકાએ કાયદેસર એ હુમલાના બે મોટા ષડયંત્રકારીઓ તહવ્વુર રાણા અને ડેવિડ હેડલીને
કેદની સજા સંભળાવી હતી. આ બન્ને અપરાધી મૂળ પાકિસ્તાની છે. રાણા કૅનેડાનો અને હેડલી
એમરિકાનો નાગરિક છે.
કૅનેડાના નાગરિક રાણાને તો અમેરિકાએ ભારતને
સોંપી દીધો, પણ અમેરિકાના નાગરિક હેડલીને સોંપવા બાબત વધુ ચર્ચા નથી. નોંધપાત્ર છે
કે ભારતીય તપાસ એજન્સી વર્ષો પહેલાં હેડલીની પૂછપરછ કરી ચૂકી છે, રાણા સાથે પૂછપરછની
તક જ ન હતી. હવે પરિસ્થિતિ બદલાઈ છે, આમાં અમેરિકાના અધ્યક્ષ ડોનાલ્ડ ટ્રમ્પની સકારાત્મક
ભૂમિકા છે. આ ભૂમિકાનો વિસ્તાર ભારતના હિતમાં હોવો જોઈએ.
હેડલી અને રાણા, બન્ને ભારતના ગુનેગારો
છે. ત્રીજો મોટો આરોપી હાફિઝ સઇદ પાકિસ્તાનમાં આરામ ફરમાવી રહ્યો છે, જે દિવસે આ ત્રણેને
ભારત સરકારના કાયદા અંતર્ગત સજા થાય એ દિવસે ન્યાય થયો ગણાશે.