આતંકવાદી પાકિસ્તાન ભારત સામે લડવા માટે દુનિયાના દેશોના સમર્થન અને આર્થિક મદદ માટે ભટકે છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની લોન પણ મળતી નથી ત્યારે ભારતને સમર્થન અને મદદ સામેથી આવી રહી છે. મંગળવારની મધરાતે પાકિસ્તાની આતંકી અડ્ડા ઉપર સફળ હુમલા કર્યા તેની ખુશી આપણને થઈ રહી છે ત્યારે જ યુકે સાથે `મુક્ત વ્યાપાર કરાર' થયા તે ઐતિહાસિક ઘટના - સિદ્ધિની જાહેરાત થઈ છે. યુકે સાથે આપણો વ્યાપાર સાત બિલિયન ડૉલરથી વધીને 57 બિલિયન ડૉલર થયો છે. ટ્રમ્પે વિશ્વબજારમાં ટેરિફ વૉર શરૂ કર્યા પછી યુકેની ચિંતા વધુ હતી અને ભારત સાથેનો વ્યાપાર વધતા રાહત મળશે.
આ ઐતિહાસિક કરાર
યોગ્ય સમયે થયા છે. ભારતનું અર્થતંત્ર વિશ્વમાં ડંકા વગાડવા મથી રહ્યું છે, બહુરાષ્ટ્રીય
કંપનીઓ ભારતમાં મૂડીરોકાણ કરવા આવી રહી છે ત્યારે ભારતની 99 ટકા નિકાસ ઉપર બ્રિટનમાં
બિલકુલ જકાત નહીં હોય. આમાં ભારતની ટેક્સ્ટાઇલ, લેધર, ફૂટવેર, રમકડાં ઉપરાંત જર-ઝવેરાતનો
સમાવેશ થાય છે. આ સામે ભારત પણ ચૉકલેટ્સ, કૂકીઝ, વિમાનનાં એન્જિન તથા સ્પેરપાર્ટ્સ
વગેરેની આયાત કરશે અને તે જકાત મુક્ત હશે.
આ કરારનાં પરિણામે
આપણો નિકાસ વ્યાપાર વધારવા માટે ઉત્પાદન વધશે અને રોજગારી પણ વધશે. વાસ્તવમાં ભારતના
અર્થતંત્રમાં એક મોટું જમાપાસું છે.