• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

અરબી સમુદ્રમાંથી રૂા. 1800 કરોડનું ડ્રગ્સ મળ્યું

§  કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસની ટીમે પીછો કરતા પાકિસ્તાની બોટમાંથી માદક દ્રવ્યોનાં 311 પૅકેટ દરિયામાં ફેંકી દેવાયાં

પોરબંદર, તા.14 : આંતરરાષ્ટ્રીય જળસીમા નજીકથી ગુજરાતના દરિયામાં આવી રહેલી પાકિસ્તાનની એક બોટમાં મોટી માત્રામાં ડ્રગ્સ હોવાની માહિતી કોસ્ટગાર્ડ અને એ.ટી.એસ.ને મળતા રાત્રિના સમયે દરિયામાં વોચ ગોઠવવામાં આવતા શંકાસ્પદ બોટ ડિટેક્ટ થઇ હતી. સુરક્ષા એજન્સીઓ એ બોટ સુધી પહોંચે એ દરમ્યાન જ ડ્રગ્સનો 311 પેકેટ જથ્થો કે જેની કિંમત 1800 કરોડ થવા જાય છે તે સમુદ્રમાં ફેંકીને પેડલરો તેમની બોટ સાથે અંધારામાં ઓગળી જતા ભારે ચર્ચાઓ જાગી છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ