• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

`બ્લડી ડેડી'નું ટ્રેલર જોઈને શાહિદ કપૂરના ચાહકો ખુશ  

શાહિદ કપૂરની આગામી ફિલ્મ બ્લડી ડેડીનું ટ્રેલર રજૂ થતાં જ વાયરલ થઈ ગયું છે. અલી અબ્બાસ ઝફર દિગ્દર્શિત આ ફિલ્મમાં શાહિદનો લૂક એકદમ ગંભીર છે. તેણે શર્ટ-પૅન્ટ પહેર્યા છે અને હાથમાં ચાકુ પકડીને લોકોનું લોહી વહાવતો જોવા મળે છે. આ ફિલ્મમાં શાહિદની સાથે સંજય કપૂર પણ નકારાત્મક ભૂમિકામાં છે. ફિલ્મમાં માફિયા, ડ્રગ્સ, પોલીસ, પરિવાર અને હત્યાને સાંકળી લેવામાં આવ્યા છે. 

બ્લડી ડેડીમાં શાહિદનો લૂક તથા અભિનય જોઈને ચાહકો ખુશખુશાલ થઈ ગયા છે. શાહિદ અને સંજયની સાથે ડાયના પેન્ટી, રોનિત રોય, રાજીવ ખંડેલવાલ છે. આ ફિલ્મ નવમી જૂને જિયો સિનેમા પર રજૂ થશે. 2011ની ફ્રેંચ ફિલ્મ નીટ બ્લેન્ચ પરથી બ્લડી ડેડી બનાવવામાં આવી છે.