• શનિવાર, 13 એપ્રિલ, 2024

રાઇટ્સ ઇશ્યૂ ફંડને અલગ ખાતામાં રાખો  

નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલે બાયજુ'સને આદેશ આપ્યો

મુંબઈ, તા. 29 : નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલે (એનસીએલટી) વચગાળાના આદેશમાં બાયજુ'સને રાઇટ્સ ઇશ્યૂના ભાગરૂપે મળેલા ફંડને અલગ એક્રો એકાઉન્ટમાં રાખવાનો નિર્દેશ આપ્યો છે. અદાલતે કહ્યું કે, રોકાણકારો દ્વારા કંપનીના મૅનેજમેન્ટ સામે દાખલ કરવામાં આવેલા ગેરવહીવટીના દાવાનો નિકાલ થાય ત્યાં સુઘી ભંડોળ પાછું ખેંચવું જોઈએ નહીં. એનસીએલટીએ કંપનીને રાઇટ્સ ઇશ્યૂની છેલ્લી તારીખ લંબાવવા અંગે પણ વિચારણા કરવા જણાવ્યું છે જેથી કરીને પિટિશનર્સ (રોકાણકારો)ના તેમના અધિકારો હેઠળના શૅર માટે અરજી કરવા અંગે પૂર્વગ્રહ થાય. 

બાયજુ'સનો ઇશ્યૂ બુધવારે બંધ થવાનો છે. કંપનીના નજીકનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ઇશ્યૂ બંધ થવાની તારીખ લંબાવાશે નહીં. કંપનીના રોકાણકારો પ્રોસેસ, પીક એક્સવી પાર્ટનર્સ, જનરલ એટલાન્ટિક અને સોફિનાએ રાઇટ્સ ઇશ્યૂ પર સ્ટે માગ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે કંપનીના પ્રમોટરો દ્વારા ભંડોળ ઉચાપત કરવાના ગંભીર આરોપો છે અને કંપનીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને કૉર્પોરેટ મંત્રાલય દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. રોકાણકારોનું પ્રતિનિધિત્વ કરતા વકીલોએ દલીલ કરી હતી કે જો તેઓ રાઇટ્સ ઇશ્યૂમાં સબક્રાઇબ નહીં કરે તો તેમનું શૅરહોલ્ડિંગ 24.5 ટકાથી ઘટીને 2.5 ટકા થઈ જશે. બાયજુ'સે બાંયધરી આપી છે કે કાયદા અનુસાર કંપનીની અધિકૃત શૅર મૂડીમાં વધારો કર્યા વિના નવા શૅરની ફાળવણી કરવામાં આવશે નહીં. 

રોકડની અછતનો સામનો કરી રહેલી બાયજુ' મૂડી એકત્ર કરવા અને વર્તમાન જવાબદારીઓને પહોંચી વળવા તેના 200 મિલિયન ડૉલરના રાઇટ્સ ઇશ્યૂ પર બેકિંગ કરી રહી હતી. કંપનીએ શૅરધારકોની મંજૂરી મેળવવા મિટિંગ બોલાવવી પડશે. અદાલતે એમસીએ, આરબીઆઇ અને સેબી જેવી રેગ્યુલેટરી અૉથોરિટીને બે સપ્તાહમાં અરજીના જવાબમાં જવાબ દાખલ કરવા જણાવ્યું છે. કેસની આગામી સુનાવણી ચોથી એપ્રિલના થશે. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ