• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

દિશા સાલિયનનું ભૂત ફરી ધૂણે છે

દિશા સાલિયનના પિતા સતીશ સાલિયને પોતાની પુત્રીના શંકાસ્પદ મૃત્યુની તપાસ સીબીઆઈ દ્વારા કરવાની માગ કરતી અરજી બૉમ્બે હાઈ કોર્ટમાં કરી છે. ‘િદશા પર બળાત્કાર થયો હતો અને તેમાં રાજ્યની કેટલીક પ્રભાવશાળી વ્યક્તિ સંડોવાયેલી હતી. તેને લઈ આ ગુના પર પરદો નાખવા તેને 14મા માળેથી ધકેલી દેવામાં આવી હતી છતાં આત્માહત્યા કરી એવું દાખવવામાં આવ્યું હતું, એવો દાવો સતીશ સાલિયને અરજીમાં કર્યે છે. એટલું જ નહીં, પણ આ કેસમાં તત્કાલીન પ્રધાન અને હાલના ઉદ્ધવ સેનાના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેને તાબામાં લઈ તેમની તપાસ કરવી જોઈએ, એમ પણ અરજીમાં જણાવ્યું છે. આ અરજી દાખલ થાય તો રાજ્યમાં  મોટો નવો રાજકીય વિવાદ ઊભો થવો નક્કી છે.

દિશાનું મૃત્યુ આત્મહત્યા હોવાનો રિપોર્ટ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો. દિશા અને સુશાંતસિંહ રાજપૂત આ બન્નેના આત્મહત્યાનાં સ્થળના અનેક પુરાવા પોલીસે જ દૂર કર્યા હતા એવા અહેવાલ ત્યારે ભારે પ્રમાણમાં પ્રસિદ્ધ થયા હતા. આ બન્નેનાં મૃત્યુ બાબત સંશય નિર્માણ થાય એવું વર્તન તત્કાલીન સરકારના નેતાઓ દ્વારા કરાયું હતું. દિશા મૃત્યુ કેસ તપાસ સંદર્ભમાં કોર્ટે ચુકાદો આપતાં પહેલાં પોતાનો પક્ષ સાંભળવો જોઈએ એવી એક અરજી ‘કેવિયેટ’ આદિત્ય ઠાકરેના વકીલે કેટલાંક અઠવાડિયાં પહેલાં દાખલ કરી હોવાથી ઘણાંના ભવાં ચઢયાં છે. આ કેસ સાથે પોતાનો કોઈ સંબંધ નહીં હોવાનો દાવો આદિત્ય ઠાકરે કરી રહ્યા છે. તો પછી તેમણે અરજી શા માટે કરી એવો પ્રશ્ન પણ કાયદાકીય વર્તુળમાં પુછાઈ રહ્યો છે.

મહાયુતિની સરકાર હતી તે સમયગાળા દરમિયાન રાજ્યમાં મહિલાઓ પર સર્વાધિક અન્યાય-અત્યાચાર થયાનો આક્ષેપ શાસન પરના અનેક નેતાઓ કરી રહ્યા છે. જોકે, એ હકીકત છે કે તત્કાલીન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને તેમના પ્રધાન પોતાની ટીકા સંદર્ભમાં ભારે અસહિષ્ણુ હતા. જેઓએ તેમના પર ટીકા કરી તેઓ સામે હિસાબ ચૂકતે કરવામાં આવ્યાનું પણ કહેવાય છે. તેમાં રેડિયો જોકી મલિષ્કાનું પ્રકરણ છે. મુંબઈના રસ્તા પર ભારે ખાડાઓ પર ઉપહાસાત્મક ગીત રચવાને લઈ તે તત્કાલીન સત્તાધીશોની નારાજગીનો ભોગ બની હતી. મહાપાલિકાના અધિકારીઓને તેમના ઘરે મોકલવામાં આવ્યા હતા અને તેમના ઘરમાં મચ્છરો થાય છે એવું શોધી તેને દંડ કરવામાં આવ્યો હતો. અભિનેત્રી કંગના રનૌત વિરુદ્ધની કાર્યવાહી હોય કે કેતકી ચિતલે અભિનેત્રીને સબળ કારણ વિના મહિનો - દોઢ મહિનો જેલમાં રાખવાનું પ્રકરણ હોય, માતોશ્રી બંગલા બહાર નવનીત રાણાનું તેના પતિ સાથે હનુમાન ચાલીસા વાંચવાનું પ્રકરણ હોય, તેઓને પણ જેલમાં નાખવામાં આવ્યાં હતાં. આના પરથી ઠાકરે સરકાર પોતાની ટીકા પ્રત્યે અને મહિલા પ્રતિ જોવાની દૂષિત અને અસહિષ્ણુ દૃષ્ટિ સ્પષ્ટ થાય છે.

દિશા સાલિયનના શંકાસ્પદ મૃત્યુની કેટલી કડીઓ બચી છે, તેમાંથી આરોપીઓને સજા થાય એવા પુરાવા ઉપલબ્ધ છે જેવા અસંખ્ય પ્રશ્ન હાલ પુછાઈ રહ્યા છે. દિશા સાલિયન કેસની તપાસ સીબીઆઈ પાસે જાય તો તેના પર કંઈ પ્રકાશ પડી શકે છે.