• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

પાકિસ્તાનની અવળચંડાઈ રમતના મેદાનમાં

ભારતનું નાક કાપી અપશુકન કરાવવા સદાય તત્પર પાકિસ્તાન સરકારે રાજકારણમાં રમતની સેળભેળ કરી આઇસીસીની ટી-20 વર્લ્ડ કપ સ્પર્ધામાં ભારત સામે લીગ મૅચમાં રમવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) એક રાગ આલાપી રહ્યું છે, અમારો નિર્ણય પાકિસ્તાન સરકારની પરવાનગી પર અવલંબે છે. સૌ જાણે છે કે, પાકિસ્તાન અવળચંડાઈ બાંગ્લાદેશને સ્પર્ધામાંથી બાકાત કરી નખાયું એના પગલે કરી રહ્યું છે. અમે ભારતની ધરતી પર રમવા નહીં જઈએ, અમારા ખેલાડીઓ સામે ત્યાં સુરક્ષાનું જોખમ છે, એવું કારણ ધરી પહેલાં બાંગ્લાદેશની સરકારે આઇસીસીને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આઇસીસીએ બાંગ્લાદેશને વર્લ્ડ કપમાંથી બાદ કરી નાખ્યું. બાંગ્લાદેશ અને પાકિસ્તાન બન્ને દેશોમાં કટ્ટરવાદી ઇસ્લામિક તત્ત્વો અત્યારે સક્રિય છે અને બન્ને દેશની સરકારોની વચ્ચે નિકટતા અને સૈન્ય વચ્ચે સહકાર જોતાં પાકિસ્તાન સરકારનું પગલું બાંગ્લાદેશની પડખે અમે મક્કમપણે ઊભા છીએ દેખાડવા માટે છે. પહેલગામ આતંકવાદી હુમલા બાદ રમાયેલી એશિયા કપ સ્પર્ધામાં ભારતીય ટીમના ખેલાડીઓએ પાકિસ્તાની પ્લેયર્સ સાથે હસ્તધૂનન કરવાનું ટાળ્યું હતું અને ફાઈનલ મૅચમાં બાબતને લઈને પીસીબીના ચૅરમૅન મોહસીન નક્વી વિજયી ભારતીય ટીમની ટ્રૉફી લઈને મેદાનમાંથી નીકળી ગયા હતા. ભારતીય ક્રિકેટરોનો નિર્ણય લાગણીથી પ્રેરિત હતો, પણ પાકિસ્તાન બોર્ડના વડા અને સરકારમાં મંત્રીપદ સંભાળતા નક્વીએ જે કંઈ કર્યું મૂર્ખામી હતી અને ભારત સામેની મૅચનો બહિષ્કાર કરવો આનું પુનરાવર્તન છે.

ભારતીય ઉપખંડમાં ક્રિકેટ અને રાજકારણને એકમેકથી અલગ રાખી શકવાનું શક્ય નથી અને ક્રિકેટ બોર્ડની ભૂમિકા સરકારના નિર્ણયને અમે અનુસરશું એવી હોય છે. ભારત-પાકિસ્તાન વચ્ચેની તણાવભરી સ્થિતિ જોતાં બન્ને દેશના બોર્ડ અને આઇસીસી વચ્ચે સમજૂતી થઈ હતી કે બહુરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારત કે પાકિસ્તાનને એકમેકની ધરતી પર રમવું પડે માટે હાઈબ્રિડ વ્યવસ્થા એટલે ત્રીજા કોઈ દેશમાં બન્ને વચ્ચેની મૅચ યોજાય એવી વ્યવસ્થા કરાઈ છે. જે અંતર્ગત ભારત પાકિસ્તાનની મેજબાનીમાં યોજાયેલી ચૅમ્પિયન્સ ટ્રૉફીની બધી મૅચ દુબઈમાં રમ્યું હતું. તેમ ટી-20 વર્લ્ડ કપની મૅચો રીતે ગોઠવવામાં આવી છે કે, પાકિસ્તાનની બધી મૅચો શ્રીલંકામાં રમાય. સમજૂતી-ગોઠવણ છતાં પાકિસ્તાન સરકાર આડોડાઈ પર ઊતરી આવી છે. સવાલ પણ છે કે, લીગ તબક્કાની મૅચમાં ભારત સામે રમવાનો બહિષ્કાર કરાયો છે, પણ જો પાકિસ્તાન સેમિ-ફાઈનલમાં પહોંચ્યું અને સામે ભારત હશે તો તેઓ શું મૅચ પણ નહીં રમે? બધામાં છેવટે નુકસાન તો પાકિસ્તાની ક્રિકેટ અને ક્રિકેટરોનું થશે, પણ નબળી સરકાર અને લશ્કરશાહી પાસેથી બીજી આશા પણ શું રાખી શકાય?

ઇ-પેપરના નવા શુલ્ક