વિદેશ પ્રવાસેથી સ્વદેશ પાછા ફરીને વડા પ્રધાને તરત જ પ્રધાનમંડળ ઉપરાંત અધિકારીઓ સાથે અર્થતંત્ર વિષયક ચર્ચા-વિચારણા કરી છે. હંમેશ મુજબ મોદીએ આપત્તિને અવસરમાં પલટી નાખવાનું શરૂ કર્યું છે. આપણી જરૂરિયાત મુજબ ક્રૂડતેલ મેળવવા નવા દેશ શોધ્યા છે
ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધવિરામની સમજૂતી થાય એવી આશા
વધી છે અને જો તે ફળે તો સમગ્ર વિશ્વ શાંતિનો શ્વાસ લઈ શકશે. અલબત્ત, સમજૂતી થાય અને
હોર્મુઝ ખાડીનો માર્ગ સલામત મોકળો થાય તો પણ ક્રૂડતેલના ભાવમાં મોટો ઘટાડો થવાની આશા
રાખવી વ્યર્થ છે. ભારતને સંબંધ છે ત્યાં સુધી વિપક્ષી નેતા ભયંકર ભાવવધારાની આગાહી
કરીને લોકોને ભડકાવવાના પ્રયાસ કરી રહ્યા છે ત્યારે વડા પ્રધાને પાંચ દેશોની મુલાકાત
લઈને ક્રૂડતેલના પુરવઠાની વ્યવસ્થા કરી છે એટલું જ નહીં ભારતના અર્થતંત્રમાં નવું જોશ
પૂરવા માટે 40 બિલિયન ડૉલરના વિદેશી મૂડીરોકાણની સમજૂતી પણ કરી છે!
વિદેશ પ્રવાસેથી સ્વદેશ પાછા ફરીને વડા પ્રધાને તરત
જ પ્રધાનમંડળ ઉપરાંત અધિકારીઓ સાથે અર્થતંત્ર વિષયક ચર્ચા-િવચારણા કરી છે. હંમેશ મુજબ
મોદીએ આપત્તિને અવસરમાં પલટી નાખવાનું શરૂ કર્યું છે. આપણી જરૂરિયાત મુજબ ક્રૂડતેલ
મેળવવા નવા દેશ શોધ્યા છે. હવે વેનેઝુએલાથી પણ ખરીદી કરી શકાશે અને આ માટે અમેરિકાએ
આપમેળે ભારતની તરફેણ કરી છે. યુએઈ સાથેના આપણા કરાર સૌથી વધુ લાભકારક છે. આપણી જરૂરિયાતના
પુરવઠા અને અનામત ભંડાર - સ્ટોરેજની સમજૂતી થઈ છે તે ઉપરાંત ભારતમાં મૂડીરોકાણ થશે
અને ક્રૂડની કિંમત ડૉલરમાં ચૂકવવાની જરૂર નથી. ભારતથી ગૃહ વપરાશની તમામ ચીજો - માલસામાનની
આયાત થશે. આ ઉપરાંત ભારત યુએઈનાં તમામ બંદરોના સંરક્ષણની પણ જવાબદારી લેનાર છે. પાકિસ્તાને
સાઉદીને આવા સંરક્ષણની ખાતરી આપવા કરાર કર્યા છે. અન્ય દેશોમાં નેધરલૅન્ડ, સ્વિડન,
નોર્વે અને ઇટલીમાં પણ મોદી-મોદીનું નામ ગાજ્યું છે. ઇટલીનાં વડા પ્રધાનને ભારતીય ચૉકલેટ
ભેદ આપીને મોદીએ ડિપ્લોમસીની નવી સિદ્ધિ મેળવી છે પણ તેનાથી ખુશ થવાને બદલે વિપક્ષી
નેતાના પેટમાં ચૂંક ઊપડી છે તે કમનસીબી છે.
હોર્મુઝ કટોકટીના સંકટમાં ભારત માટે રાહતરૂપ યાત્રા
અને પગલાંનું ગૌરવ સૌને હોવું જોઈએ.