• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

નારી તું નારાયણી

સંસદના નવા ભવનમાં પ્રથમ પગલું મહિલાઓ માટે લેવામાં આવ્યું છે. ગણેશ ચર્તુથીના દિવસે લોકસભામાં `નારીશક્તિ વંદન અધિનિયમ' નામનો મહિલા અનામત ખરડો રજૂ કર્યો છે. 27 વર્ષથી અટવાઈ રહેલા ખરડાને નવા સ્વરૂપમાં લાવવાનો ઉદ્દેશ્ય લોકસભા સહિત રાજ્ય વિધાનસભાઓમાં 33 ટકા મહિલા અનામત આપવાનો છે. ખરડામાં અનુસૂચિતજાતિ અને જનજાતિની મહિલાઓ માટે પણ અનામતની વ્યવસ્થા કરવામાં આવી છે.

ખરડાને કાયદામાં બદલવા અને પ્રભાવકારી બન્યા પછી વર્તમાન લોકસભામાં મહિલાઓ માટે 181 અને રાજ્યોની વિધાનસભાઓમાં 1374 બેઠકો મહિલાઓ માટે અનામત થઈ જશે. હાલ અનામત 15 વર્ષ માટે હશે જે વધારવાનો અધિકાર કેન્દ્ર સરકાર પાસે રહેશે. કેન્દ્ર સરકારના પગલાંને નારી સશક્તીકરણ સાથોસાથ વિપક્ષના દૃષ્ટિકોણથી લગભગ 44 કરોડ મહિલા વોટરોને સાધવાનો પ્રયાસ પણ માનવામાં આવે છે. બેશક કાયદો અને કાયદાની જોગવાઈઓ લાગુ પાડવાની પ્રક્રિયા લાંબી અને ગૂંચવાડાભરી હોઈ શકે છે, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યોગ્ય પગલું ભર્યું છે.

મહિલા અનામત ખરડો લાવવામાં રાજકારણ-રાજકીય ગણતરી છે, વોટ બૅન્ક પણ છે અને રાજકીય પરિવર્તનની આકાંક્ષા પણ છે. મહિલા અનામતનો ખરડો ભાજપની જાતિ અને ધર્મના બદલે સામાજિક વર્ગના રાજકારણની દિશામાં એક વધુ પગલું છે. મહિલા અનામત ખરડાને લઈ કૅંગ્રેસ પણ શ્રેય લેવાનો પ્રયાસ કરે છે,