• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

મહિલા આરક્ષણ અને રક્ષણ?

મહિલા આરક્ષણ માટે સંસદમાં - લગભગ સર્વાનુમતે બંધારણ સુધારા ખરડો પસાર થયો છે તે ઐતિહાસિક ઘટના બદલ આપણે ગૌરવ અનુભવીએ છીએ, પણ બીજી બાજુ સમાજમાં મહિલાઓ સાથે દુર્વ્યવહાર અને અત્યાચાર રોકી શકતા નથી કમનસીબી - પીડિત મહિલાઓની નહીં - આપણા - સૌની છે. મલબાર હિલથી વાકોલા સુધીના પ્રવાસમાં એક ટૅક્સી ડ્રાઈવરે મંદબુદ્ધિની સગીર કન્યા પર બળાત્કાર કર્યાની ક્રૂર ઘટના પોલીસના ચોપડે નોંધાઈ છે. કન્યા મંદબુદ્ધિની હોવાનો ગેરફાયદો ડ્રાઈવર અને તેના સાથીએ લીધો હતો. શોષણની ઘટના શરમજનક છે.

દિલ્હીમાં નિર્ભયા પ્રકરણ અને મુંબઈની શક્તિ મિલ કમ્પાઉન્ડમાં બનેલી ઘટનાએ મહાનગરોમાંની મહિલાઓના સંદર્ભમાં વાસ્તવિકતા પર પ્રકાશ પાડયો હતો. ઘટનાઓથી આખા દેશમાં ખળભળાટ મચી ગયો હતો. મહિલા સુરક્ષા બાબત તેમ નિર્જન સ્થળોએ ચાંપતી નજર રાખવાના અનેક ઉપાયો પણ ત્યાર પછી હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ આજે પણ આવી ઘટનાઓ મોટાં શહેરોમાં બને છે.  

હજી પણ  રેલવે સ્ટેશનો, રેલવે માર્ગો, બસ સ્ટૉપ ખાતે રાતે-મધરાતે મહિલાઓ સુરક્ષિત મહેસૂસ કરતી નથી. આનું એક કારણ એટલે પરિસરમાં પ્રકાશ વ્યવસ્થા નથી હોતી. સૂર્યાસ્ત પછી પરિસરમાં ગેરકાયદે ધંધાઓની સવાર ઊગતી