• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના ઉપાધ્યક્ષની સુરક્ષા વધારાઇ 

ધીરેન્દ્ર શાત્રીને પડકારનારા શ્યામ માનવને ધમકી 

નવી દિલ્હી, તા. 23 : બાગેશ્વર ધામવાળા ધીરેન્દ્ર શાત્રીને પડકાર ફેંકનાર અંધશ્રધ્ધા નિર્મૂલન સમિતિના ઉપાધ્યક્ષ શ્યામ માનવને ધમકીઓ મળવાની શરૂ થયા બાદ નાગપુરમાં તેમની સુરક્ષામાં વધારો કરાયો છે. હવે તેમની સાથે એસપીયુના બે જવાનો ઉપરાંત બે બંદૂકધારી અને ત્રણ પોલીસ કર્મચારીઓ હાજર રહેશે. પહેલા માત્ર બે જવાનો તહેનાત હતા. 

શ્યામ માનવ નાગપુરના સરકારી આવાસ રવિ ભવનમાં ગત કેટલાક દિવસોથી રોકાયા છે. અહીંથી તેમણે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાત્રી ઉપર આરોપ-પ્રત્યારોપ લગાવતા તેમને પડકાર ફેંકતા આવ્યા છે. હાલમાં જ સુરેશ ભટ સભાગૃહમાં શ્યામ માનવના કાર્યક્રમ દરમિયાન કેટલાક લોકોએ હંગામો કર્યો હતો. 

અંધશ્રધ્ધા નિર્મૂલન સમિતિના શ્યામ માનવે ધીરેન્દ્ર શાત્રીને પડકાર ફેંકયો હતો કે જો તેઓ તેમની સામે દિવ્ય દરબાર લગાવી ચમત્કાર દેખાડે તો તેઓ તેમને રૂા. 30 લાખ આપશે. સમિતિ અનુસાર ધીરેન્દ્ર શાત્રી દિવ્ય દરબાર નામે જે સભાનું આયોજન કરે છે એમાં બે કાયદાઓનું ઉલ્લંઘન થાય છે એક વર્ષ 2013ના મહારાષ્ટ્ર જાદૂટોણા વિરોધી કાયદો અને બીજો વર્ષ 1954નું ડ્રગ્સ ઍન્ડ રેમેડિઝ ઍકટ.