• શનિવાર, 25 માર્ચ, 2023

એસીસી, અંબુજા સિમેન્ટ્સના શૅર પ્રમોટરોએ પ્લેજ નથી કર્યા  

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 2 : અદાણી ગ્રુપે સ્પષ્ટતા કરી છે કે પ્રમોટરો એ એસીસી અને અંબુજા સિમેન્ટ્સના કોઈ શૅર પ્લેજ નથી કર્યા. છેલ્લાં કેટલાંક દિવસમાં અદાણી ગ્રુપની કંપનીઓના શૅરના ભાવ ઘટી રહ્યા છે, એમાં એસીસી અને અંબુજા સિમેન્ટ્સના ભાવ પણ ઘટયા છે. એને પરિણામે બજારમાં એવી અફવા ચાલી રહી હતી કે ભાવમાં ઘટાડાને પગલે અદાણી ગ્રુપના પ્રમોટરોએ આ બે કંપનીઓના વધુ શૅર ટોપ-અપ તરીકે પ્લેજ કરવા પડયા છે. આ અફવા બાબતે અદાણી ગ્રુપે સ્પષ્ટતા કરી હતી કે પ્રમોટર ગ્રુપે આ બે કંપનીઓના કોઈ શૅર ટોપ-અપ તરીકે પ્લેજ કર્યા નથી. શૅર માટે ટોપ-અપ પૂરું પાડવાની કોઈની જરૂરિયાત નથી.