• શનિવાર, 13 એપ્રિલ, 2024

આંદોલન અને ઉદારતા  

ખેડૂત આંદોલનના નેતાઓની વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગુ નહીં કરવાનો હરિયાણા સરકારનો નિર્ણય આવકારવા જેવો  છે. જાણીતી વાત છે કે મોટા ભાગના આંદોલનકારી પંજાબથી આવ્યા છે અને દિલ્હીને અડતી હરિયાણાની સીમા પર એકઠા થયા છે. આમ મુખ્ય રૂપથી આંદોલનકારીઓને અનુશાસનમાં રાખવાની જવાબદારી હરિયાણા સરકાર પર છે.

સ્પષ્ટ છે કે પોલીસ તંત્ર પરંપરા અનુરૂપ સખતાઈની તરફેણમાં છે અને હિંસક તત્ત્વોને કાબૂમાં કરવા માટે કડક હાથે કામ લેવા ઈચ્છે છે. હંમેશાં દલીલ કરવામાં આવે છે કોઈપણ અરાજક્તા કે હિંસા રોકવા માટે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા જેવી આકરી જોગવાઈ બંધારણમાં કરવામાં આવી છે. આથી, તેનો ઉપયોગ કરવામાં કશું ખોટું નથી. જોકે, સરકારે સમજવું જોઈએ કે અત્યારનો સમય અલગ છે. સંસાધનોથી શક્તિશાળી ખેડૂતો પર વધુ સખતાઈથી ઉકેલ આવવાનો નથી, માટે રાષ્ટ્રીય સુરક્ષા કાયદાનો અમલ અત્યારે કરાય હિતાવહ છે.

નિર્ણયથી હરિયાણા સરકારનું નૈતિક બળ વધશે અને ઉકેલની દિશામાં પહેલ કરવા માટે તે વધુ સક્ષમ હશે. ખેડૂત આંદોલનમાં અત્યાર સુધી પાંચ ખેડૂતોનાં મોત થયાં છે અને આવી સ્થિતિમાં પણ ખેડૂત નેતાઓ સાથે કડકાઈપૂર્વક કામ લેવું બૅકફાયર થઈ શકે એવી બાબત છે. ખેર, પોલીસ તંત્રના સ્તર પર હવે ખેડૂતો સાથે નરમાશથી વર્તવાનું નક્કી થયું છે. એટલે અધિકારીઓએ હરિયાણા દેખાવકારો અને તેમના નેતાઓને શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવામાં પોલીસને સહકાર આપવાની અપીલ કરી છે. આવશ્યક અપીલ છે.

13 ફેબ્રુઆરીથી અસામાજિક તત્ત્વ દિલ્હી કૂચના આશયથી સીમાએ સંપત્તિને નુકસાન પહોંચાડી રહ્યા છે. તત્ત્વો પોલીસ પર પથ્થરમારો પણ કરી રહ્યા છે. આંદોલનનો અર્થ નથી કે લોકતંત્ર અને બંધારણને અભરાય પર ચઢાવી દેવામાં આવે. હરિયાણા સરકારનો નિર્ણય ઉદાહરણરૂપ છે અને તેનાથી શીખી શકાય છે. અનેક રાજ્યોમાં એવું જોવામાં આવ્યું છે કે પોલીસ તત્કાળ આકરા કાયદા લાગુ કરવા લાગી જાય છે, જ્યારે કે બદલાતા દોરમાં એક આમ ભારતીયનું મહત્ત્વ સમજવા અને સન્માન આપવાનો સમય આવી ચૂક્યો છે.

સરકારોએ પોલીસના બળના આધાર પર નહીં, પણ  પોતાના નૈતિક બળના આધાર પર ઉકેલ શોધવો જોઈએ. સારી રાજનીતિ કે સારી નીતિઓથી પણ સરકારોનું નૈતિક બળ વધે છે. ઉદાહરણ તરીકે, હરિયાણા સરકારના તાજા નિર્ણયને જોઈ શકાય છે. રાજ્યના મુખ્ય પ્રધાને સપ્ટેમ્બર 2023 સુધી ખેડૂતો દ્વારા લેવામાં આવેલી કૃષિ લોનની મૂળ રાશિની ભરપાઈ પર વ્યાજ અને દંડને માફ કરવાની ઘોષણા કરી દીધી છે. સાથોસાથ ખેડૂતોનું જોખમ ઓછું કરવા માટે સમર્થન યોજનાઓમાં 21 શાકભાજી અને ફળોનાં પાકને પણ સામેલ કરવામાં આવ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા પોતાના સ્તર પર ખેડૂતો માટે લેવામાં આવેલું એક મોટું અને મહત્ત્વનું પગલું છે. 

સરકાર ખેડૂતોને લાભદાયક ભાવ અપાવવા માટે શક્ય બધું કરવા તૈયાર છે. ખેડૂતોએ સમજવું જોઈએ કે સરકાર અનેક મુશ્કેલીઓ અને બાધાઓ છતાં તેમની દશા સુધારવા માટે બધું કરી રહી છે. ખેડૂતોએ હવે તો સમજી જવું જોઈએ કે ફક્ત સરકાર તેમની હિતચિંતક છે અને કહેવાતા નેતા અને શાસક આંદોલન કરી રહ્યા છે, જે વાસ્તવમાં તેમના મિત્ર નથી લોકો ખેડૂતોની ભાવનાઓ સાથે રમત રમીને તેઓ પર હાવી નહીં થઈ શકે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ