ડોનાલ્ડ ટ્રમ્પે બે સપ્તાહની મુદત આપ્યા પછી શા માટે વચનભંગ કરીને અચાનક હુમલો કર્યો? આ પ્રશ્નનો જવાબ એમણે જ આપ્યો છે કેતમાં રહે, તેવો વ્યૂહ હતો અને બન્યું પણ તેમ જ. અમેરિકન બૉમ્બર્સ ઈરાનની હદમાં પ્રવેશ્યાં ત્યારે `આવકાર' આપવા ઈરાનની તૈયારી ન હતી. અમેરિકી સંરક્ષણ ખાતાના અૉફિસરો કહે છે - કોઈને શંકા આવે નહીં એવો અમારો પ્લાન હતો. શનિવારે બપોરે ન્યૂ જર્સીની એક પ્રાઈવેટ ક્લબમાં બેસીને ટ્રમ્પે આખરી આદેશ આપ્યો ત્યાં સુધી સંપૂર્ણ પ્લાન જડબેસલાક ગુપ્ત હતો - આદેશ આપ્યા પછી ગણતરીના સમયમાં અડધો ડઝન બૉમ્બ ફોર્ડો ખાતેના ભૂગર્ભ મથક ઉપર પડયા અને બીજાં બે મથકો ઉપર સબમરીનમાંથી મિસાઇલ છોડવામાં આવ્યાં. પ્લાન સફળ થયો. પણ આ ફત્તેહ પછી મૂળ પ્રશ્નના જવાબની રાહ જોવાય છે: સંશોધન કેન્દ્રો તદ્દન ખતમ થયાં છે કે નહીં અને ઈરાન હવે અમેરિકા ઉપર વળતો હુમલો કરશે? હોર્મસની ખાડી બંધ કરીને ક્રૂડતેલની નિકાસ અટકાવી દેશે?
અમેરિકાના
ઉપપ્રમુખ ડી. વાન્સે સ્પષ્ટતા કરી છે કે અમને અણુમથકો સામે વાંધો છે - તેહરાન સાથે દુશ્મની નથી.
ટ્રમ્પે
તો ઈરાનને તાત્કાલિક સંદેશો મોકલીને જણાવ્યું છે કે આ હુમલો ઈરાનની સરકાર બદલવા માટે નથી થયો. ઈરાન પણ અમેરિકા સામે મોરચો શરૂ કરવાને બદલે ઇઝરાયલ ઉપર હુમલા વધુ કરે છે ત્યારે ટ્રમ્પે ઇઝરાયલને શત્રો આપીને સહાય કરવા સિવાય વિકલ્પ નથી. ઈરાનમાં સૈનિકો ઉતારવા સામે અમેરિકામાં જ વિરોધ છે. અમેરિકા ભલે મહાસત્તા - સુપર પાવર છે - છતાં વ્યૂહાત્મક અસમંજસ સ્થિતિમાં છે. નાણાં અને શત્રો ઈરાનમાં ખર્ચી નાખે તો ચીન સામે અમેરિકા નબળું પડતું જાય એવો ડર પણ છે! આ સંજોગોમાં ઈરાન જો વળતા હુમલા કરે નહીં તો અમેરિકા પાસે હાથ જોડીને બેસી રહેવા સિવાય વિકલ્પ નથી. હવે ટ્રમ્પ કેવા નિર્ણય ઉપર આવે છે તે જોવાનું છે.
અમેરિકાના
ગુપ્ત પ્લાનની નવાઈ નથી. ઈરાન ઉપર આક્રમણ શરૂ થયા પછી ઇઝરાયલની એજન્સી `મોસાદ' દ્વારા ડ્રૉનના છૂટક ભાગો ઈરાનમાં ઘુસાડવામાં આવ્યા કે ઈરાનને અણસાર જ આવ્યો નહીં. યુદ્ધમાં રણ મેદાન અને મોરચો બદલીને ઈરાનને ઊંઘતું ઝડપી લેવામાં આવ્યું. અઠવાડિયા પહેલાં યુક્રેને પણ યુક્તિ અજમાવીને કન્ટેનર્સના છાપરા ઉપર ડ્રૉનના ભાગ ઘુસાડયા અને રશિયાનાં ફાઇટર વિમાનનો ખુરદો બોલાવ્યો હતો. આ પછી હવે ઇઝરાયલે ડ્રૉનના પાર્ટ્સ મોકલીને સફળતાપૂર્વક ઈરાનને નુકસાન પહોંચાડયું.
અમેરિકાએ
પણ ઈરાનને ગફલતમાં રાખીને - ડિપ્લોમસીથી સમાધાનની આશા આપીને હુમલા કર્યા છે.
ઈરાનનાં
અણુશક્તિ કેન્દ્રો ઉપર હુમલા અને સફળતા મેળવ્યા પછી અમેરિકી સૈનિકો ઈરાનની ભૂમિ ઉપર પ્રવેશ કરે કે નહીં - આ મૂંઝવણનો માર્ગ ટ્રમ્પે શોધવો પડશે. બે દશકાથી અમેરિકાએ નિયંત્રણો લાદવા છતાં ઈરાને મચક આપી નથી અને અણુબૉમ્બ બનાવવાની દિશામાં આગળ વધ્યું છે. આયાતોલ્લાહને હટાવવા માટે હમાસ, હઝ બોલ્લાહ અને સીરિયાનો ઉપયોગ પણ કરી જોયો પણ સફળતા મળી નથી. છતાં ઇઝરાયલ અને અમેરિકામાં લડાઈના પુરસ્કર્તાઓ માને છે કે પરાજયની બદનામી અને અણુસત્તા બનવાની નિષ્ફળતાના કારણે આયાતોલ્લાહે આખરે સત્તા છોડવી પડશે. ઈરાનના મધ્યમ વર્ગમાં સરકાર સામે અસંતોષ ઘણો છે - પણ લડાઈના કારણે દેશભક્તિનો જુવાળ પણ છે. કમાન્ડરો માર્યા ગયા અને ઇઝરાયલના ભારે આક્રમણ પછી ઈરાનની લશ્કરી શક્તિ સામે શંકા છે ત્યારે અમેરિકા માટે થોભો અને રાહ જુઓ-નો માર્ગ જ છે.