• ગુરુવાર, 27 ઑગસ્ટ, 2026

મિસાઇલ ઉત્પાદનમાં નવી મિસાલ

ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ અૉર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ) દ્વારા વિકસાવવામાં આવેલી મિસાઇલ સિસ્ટમની ટેક્નૉલૉજીનું હસ્તાંતરણ ભારતીય કંપનીઓને કરવાની સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની જાહેરાત વધુ એક સકારાત્મક પગલું છે. પહેલાં ભારતે સ્પેસ એટલે કે અવકાશ ક્ષેત્ર ખાનગી કંપનીઓ માટે ખોલ્યા બાદ જોવા મળેલી પ્રગતિ આંખને ઠારે એવી છે. અત્યાર સુધી જે મિસાઇલ સિસ્ટમ વિકાસ કે પ્રોટોટાઈપના તબક્કામાં હતી, તેને નવા પગલાથી વેગ મળશે. નવી નીતિનો આશય નવી સંરક્ષણ ટેક્નૉલૉજીને ડીઆરડીઓની પ્રયોગશાળા તથા સરકારી પ્રૉક્શન ઍજન્સીઓમાં દાયરાની બહાર લઈ જઈ મોટા પાયે તેનું ઉત્પાદન કરી શકે એવી ઔદ્યોગિક ક્ષમતા ધરાવતા એકમો સુધી લઈ જવાનો છે. આધુનિક સશસ્ત્ર દળો દ્વારા ઉપયોગમાં લેવાતાં શસ્ત્રાસ્ત્રોમાં મિસાઇલ્સ સૌથી વધુ ટેકનૉલૉજી કેન્દ્રિત છે. પગલાથી ખાનગી ક્ષેત્રના સહભાગ સાથે ડીઆરડીઓ ઉત્પાદનની જવાબદારીમાંથી મુક્ત થઈ નવી ટેક્નૉલૉજીના સંશોધન-વિકાસ તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે.

પ્રયોગશાળા સફળતાપૂર્વક કોઈ શસ્ત્રને વિકસાવી શકે અને તેનું પરીક્ષણ કરી શકે છે, પણ તેનું મોટા પાયે ઉત્પાદન કરવા માટે અલગ પ્રકારની ક્ષમતાની આવશ્યકતા હોય છે, જેમાં ફૅક્ટરી ઉપરાંત પુરવઠો પૂરા પાડનારા ચોક્કસ સપ્લાયર્સ, ગુણવત્તા પર નિયંત્રણ માટેની પ્રણાલી, કૌશલ્ય ધરાવતા લોકો, ટેસ્ટિંગ માટેની માળખાકીય સુવિધાઓ તથા સૌથી મહત્ત્વનું એટલે એકધારું અને લાંબા સમય સુધીનું મૂડીરોકાણ. આના કારણે તથા સાધનોના ઉત્પાદન બાબતની સંવેદનશીલતા જોતાં અનેક દાયકાઓ સુધી ક્ષેત્ર સરકારે પોતાના હસ્તક રાખ્યું હતું. પણ, વિવિધ ક્ષેત્રોમાં ખાનગી ઉત્પાદકોની ભાગીદારીનાં સારાં પરિણામો આવ્યાં બાદ હવે કેન્દ્ર સરકારે સંરક્ષણ ઉત્પાદનમાં ડીઆરડીઓએ વિકસાવેલી મિસાઇલ સિસ્ટમનું ઉત્પાદન ખાનગી કંપનીઓને સોંપવાનો નિર્ણય લીધો છે. આનો અર્થ નથી કે કોઈપણ કંપનીને ડીઆરડીઓની મિસાઇલ ટેક્નૉલૉજી કે ક્લાસિફાઈડ ટેક્નિકલ માહિતી સુધીની અનિયંત્રિત પહોંચ મળી જશે. આના માટે કંપનીઓને જરૂરી ટેક્નિકલ અને નિયમન સંબંધી જરૂરિયાતો પૂરી કરવાની રહેશે. જોકે, ખાનગી ક્ષેત્ર અત્યારે પણ ડિફેન્સ ઉત્પાદનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. લાર્સન ઍન્ડ ટુબ્રો, તાતા ઍડવાન્સ્ડ સિસ્ટમ્સ, ભારત ફૉર્જ કલ્યાણી સ્ટ્રેટેજિક સિસ્ટમ્સ તથા અન્યોએ મોટા પાયે ક્ષેત્રમાં ઝુકાવ્યું છે, જેના પર એક કાળે સરકારી માલિકીની કંપનીઓની પકડ હતી. ખાનગી કંપનીઓએ વિદેશી ડિફેન્સ કંપનીઓ સાથે ભાગીદારી તથા સંયુક્ત સાહસ દ્વારા પોતાની ક્ષમતાઓ વિકસાવી છે.

પગલાથી મેક ઈન ઇન્ડિયા ઉપરાંત મિસાઇલ ઉત્પાદનમાં લાગતા નાના-મોટા સેંકડો કૉમ્પોનન્ટ્સ વિકસાવવા માટે એમએસએમઈ ક્ષેત્રની કંપનીઓનો પણ સહભાગ આડકતરી રીતે વધશે. સાથે મિસાઇલ ઉત્પાદનની ક્ષમતા દેશમાં વધતાં ભવિષ્યમાં નિકાસની શક્યતા પણ રહે છે. અમેરિકામાં સરકારી સહાયથી ચાલતી સંસ્થાઓએ વિકસાવેલાં શસ્ત્રાસ્ત્રોનું ઉત્પાદન કરતો વિશાળકાય ખાનગી સંરક્ષણ ઉદ્યોગ ધમધમે છે. સ્તરે પહોંચતાં ભારતને વાર લાગશે, પણ દિશામાં પહેલું પગલું લેવાયું છે.      

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ