• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

ગુપ્ત માહિતી બાદ ટ્રુડોએ નિજ્જરની હત્યામાં ભારત વિરુદ્ધ નિવેદન આપ્યું

કૅનેડામાં અમેરિકી રાજદૂત કોહેને કર્યો ખુલાસો

નવી દિલ્હી, તા. 24: ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યા મામલે ભારત અને કેનેડા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન સમગ્ર મામલામાં અમેરિકાની ડબલ ગેમ સામે આવી છે. અમેરિકાએ ટ્રુડોને અમુક ગુપ્ત માહિતી આપી હતી. જેના આધારે ટ્રુડોએ ભારત ઉપર આરોપ મૂક્યો હતો. હકીકતમાં અમેરિકાએ પહેલી વખત માન્યું છે કે, ફાઇવ આઇઝ એલાયન્સ સાથે એક ગુપ્ત માહિતી શેર કરવામાં આવી હતી. જેના આધારે કેનેડાએ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંલિપ્તતાનો ગંભીર આરોપ મૂક્યો હતો. ખાલિસ્તાની આતંકી હરદીપ નિજ્જરની હત્યા મામલે ભારત અને કેનેડા વચ્ચે તનાવનો માહોલ છે. કેનેડાના પીએમ જસ્ટીન ટ્રુડોએ નિજ્જરની હત્યાનો આરોપ ભારત ઉપર મૂક્યો છે જ્યારે ભારતે આરોપોને નકાર્યા હતા. હવે મામલે અમેરિકાના એક શીર્ષ રાજદ્વારી અધિકારીએ કહ્યું છે કે ટ્રુડો ઉપર આરોપ મૂકવાનું એક ખાસ કારણ હતું. અમેરિકાએ માન્યું છે કે ફાઇવ આઇઝ અલાયન્સ સાથે એક ગુપ્ત માહિતી શેર કરવામાં આવી હતી અને તેના આધારે કેનેડાના પીએમએ ભારત ઉપર આરોપ મૂક્યો હતો.  

કોહેને એક ન્યુઝ ચેનલને કહ્યું હતું કે, એક ગુપ્ત માહિતીનો મામલો હતો. અમેરિકા અને કેનેડા વચ્ચે ઘણી વાતચીત થઈ હતી. અન્ય એક અહેવાલ