બે ફૂટઓવર બ્રિજ બંધ : મુસાફરોની સુરક્ષા સામે સવાલ, વેપારીઓની હાલાકી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 28 : મસ્જિદ બંદર રેલવે સ્ટેશનના મધ્ય અને દક્ષિણ છેડાના બે ફૂટ ઓવરબ્રિજ છેલ્લા ચાર મહિનાથી સમારકામના નામે બંધ કરાતાં તહેવારો શરૂ થતાં જ મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મુંબઈની વિવિધ બજારોના કારણે સતત ધમધમતા અને રોજના લાખો લોકોની અવર-જવર ધરાવતા વિસ્તારમાં ખાસ કરીને મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો, વેપારીઓ, કામદારો અને રોજ કામકાજે......