• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

શિવસેનાના 54 વિધાનસભ્યોને નવેસરથી નોટિસો મોકલાઈ, સુનાવણી માટે બોલાવાયા

મુંબઈ, તા. 24 : મહારાષ્ટ્ર વિધાનમંડળના અધિકારીઓએ શિવસેનાનાં બે હરીફ જૂથોના 54 વિધાનસભ્યોને ફરીવાર નોટિસો મોકલી હતી અને સોમવારે 3 વાગે વિધાનભવનમાં સુનાવણી માટે હાજર રહેવા બોલાવ્યા હતા.

વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકર સમક્ષ તમામ અપાત્રતા અરજીઓને એકઠી કરીને નોટિસો પાઠવવામાં આવી હતી. વિધાનસભ્યો સામેની કાર્યવાહીનો નિકાલ માટે તારીખ નક્કી કરવાનું સુપ્રીમ કોર્ટે સોમવારે સ્પીકરને તેના હુકમમાં જણાવ્યા બાદ નોટિસો પાઠવવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટના હુકમને પગલે નાર્વેકરે જણાવ્યું હતું કે, સેનાના વિધાનસભ્યોની નવેસરથી સુનાવણી આવતા સપ્તાહે થશે અને જો જરૂર પડશે તો હરીફ જૂથના વડા એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેને પણ બોલાવવામાં આવશે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, સોમવારે અપાત્રતા કાર્યવાહી અંગેનો સમયપત્રક વિધાનસભ્યોને આપવામાં આવશે. સમય અને પ્રક્રિયા નક્કી કરાશે અને તેની જાણ વિધાનસભ્યોને કરવામાં આવશે.

નાર્વેકરે દિલ્હીની મુલાકાત લીધી હતી અને શુક્રવારે પાછા ફર્યા બાદ તેમણે જણાવ્યું હતું કે, તેઓ દેશની રાજધાનીમાં કાનૂની નિષ્ણાતોને મળ્યા હતા.

શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે શુક્રવારે એવો આક્ષેપ કર્યો હતો કે સ્પીકર નાર્વેકર સેનાના વિધાનસભ્યોને ગેરલાયક ઠરાવવાની બાબતમાં નિર્ણય લેવા ભાજપના નેતાઓને મળવા દિલ્હી ગયા હતા. `રાહુલ નાર્વેકરે છેલ્લા થોડા મહિનાથી બંધારણીય રીતે કફોડી હાલત ઊભી કરી