ઈથિયોપિયામાં બાર હજાર વર્ષથી સુષુપ્ત જ્વાળામુખીમાંથી ઊઠેલી રાખને મુંબઈની હવાની ગુણવત્તા બગાડવા માટે નિર્દોષ જાહેર કર્યા બાદ બૉમ્બે હાઈ કોર્ટે શુક્રવારે બાંધકામ પ્રવૃત્તિઓને કારણે શહેરની હવા ખરાબ થઈ રહી હોવાની વાત પર ભાર આપતાં વહીવટી તંત્રને હાલમાં અમલમાં હોય એવી માર્ગદર્શિકા પર યોગ્ય રીતે અમલ કરવાની તાકીદ કરી છે. ચીફ જસ્ટિસ ચંદ્રશેખર અને જસ્ટિસ ગૌતમ અનખડની ખંડપીઠે મુંબઈની હવાની સતત બગડી રહેલી ગુણવત્તા બાબતે પાંચ સભ્યોની સ્વતંત્ર સમિતિની રચના કરવાનો આદેશ આપતાં સ્વીકાર્યું છે કે કથળતા ઍર ક્વૉલિટી ઈન્ડેક્સની (એક્યુઆઈ) સમસ્યા લાંબા ગાળાની છે, પણ એના માટે બાહ્ય પરિબળોને જવાબદાર ઠેરવવાને બદલે કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવાની આવશ્યકતા પર ભાર આપ્યો હતો.
દેશનાં અનેક
મહાનગરોમાં
શિયાળા
દરમિયાન
એક્યુઆઈની
સ્થિતિ
ભયજનક
સ્તરે
પહોંચી
જાય
છે,
દિલ્હીની
સમસ્યા
માટે
પાડોશી
રાજ્યોમાં
ચોખાની
ખેતી
બાદ
પરાળી
બાળવા
ઉપરાંત
આ વખતે
તો
ઈથિયોપિયાના
જ્વાળામુખીમાંથી
ઊઠેલી
રાખ
વધારાનું
પરિબળ
સાબિત
થયું
છે,
પણ
મુંબઈમાં
બાંધકામ
પ્રવૃત્તિઓનો
વધેલો
વ્યાપ
શહેરની
હવાને
પ્રદૂષિત
કરી
રહ્યાનું
છેલ્લાં
થોડાં
વર્ષોથી
જોવા
મળે
છે.
આ માટે
ઉપાય
યોજનાઓ
અને
માર્ગદર્શિકા
સંબંધિત
સત્તાવાળાઓએ
બનાવ્યા
છે,
પણ
તેના
પર
યોગ્ય
અમલ
થઈ
રહ્યો
નથી
એ વાસ્તવિકતા
છે.
દિલ્હી
છેલ્લાં
પંદર
વર્ષથી
ભયંકર
વાયુ
પ્રદૂષણનો
સામનો
કરી
રહ્યું
છે.
જોકે,
દરિયાકાંઠો
હોવાથી
મુંબઈને
રાહત
મળે
છે,
આથી
અદાલતનું
કહેવું
છે
કે
કેટલીક
તકેદારીઓ
રાખવામાં
આવે
અને
કડક
હાથે
કામ
લેવાય
તો
એક-બે
અઠવાડિયાંમાં
ફરક
પડી
શકે
છે.
હાઈ
કોર્ટે
બૃહદ્
મુંબઈ
મહાનગરપાલિકા,
મહારાષ્ટ્ર
પૉલ્યુશન
કન્ટ્રોલ
બોર્ડ
તથા
રાજ્યના
સ્વાસ્થ્ય
વિભાગના
અધિકારીઓ
સહિતની
પાંચ
સભ્યોની
સમિતિની
રચના
કરી
છે.
આ સમિતિને
બાંધકામ
સાઈટ્સનું
નિરીક્ષણ
કરવા
તથા
આ જગ્યાઓ
પર
પ્રદૂષણ
નિયંત્રણ
સંબંધિત
નિયમોનું
ખરેખર
પાલન
થાય
છે
કે
કેમ
એ વિશે
તપાસ
કરવાની
જવાબદારી
સોંપવામાં
આવી
છે.
જોકે,
પાલિકાનું
કહેવું
છે
કે
ગત
જાન્યુઆરીથી
અત્યાર
સુધીમાં
ઍર
ક્વૉલિટી
સંબંધી
માર્ગદર્શિકાનું
ઉલ્લંઘન
કરનારાઓને
3550 વર્ક સ્ટૉપ નોટિસો
પાઠવવામાં
આવી
છે.
આ સાથે
જ પવનની
અસાધારણપણે
ઓછી
ગતિ
તથા
તાપમાનના
ક્રમમાં
ઊલટસૂલટને
કારણે
ઠંડી
હવા
હૂંફાળી
હવાની
નીચે
અટવાઈ
જાય
છે,
તેના
કારણે
રજકણો
વિખેરાતા
નથી.
આવું
સામાન્યપણે
શિયાળો
જામી
જાય
એ પછી
થતું
હોય
છે.
પણ
આ વખતે
શિયાળાનું
વહેલા
આગમનને
કારણે
હવાની
ગુણવત્તા
બગડી
હોવાનું
હવામાન
ખાતાનું
કહેવું
છે.
વિકાસ
અને
પ્રગતિના
નામે
સતત
ચાલતાં
કામો
પર
થોડી
લગામ
લાગશે
તો
મુંબઈની
હવાનું
પ્રદૂષણ
ઓછું
થશે,
એવી
આશા
રાખીએ.