• રવિવાર, 09 ઑગસ્ટ, 2026

હવે શરદ પવારના રાષ્ટ્રવાદી પક્ષનો વારો?

મહારાષ્ટ્રના રાજકારણમાં કાંઈક ઊથલપાથલ થવાના નિર્દેશ મળી રહ્યા છે. રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન અને કૉંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણ કહે છે કે, શરદ પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રેસના પાંચ-સાત સંસદસભ્યો એમના ભવિષ્ય બાબત ચિંતિત છે અને પક્ષ ત્યાગ કરે એવી સંભાવના છે, પણ શરદ પવારનાં સુપુત્રી સાંસદ સુપ્રિયા સુળે કહે છે કે બધું સલામત છે અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના આઠેઆઠ - તમામ સભ્યોની એકતા છે. સૌ સાથે છે - હરે - ફરે છે અને સાથે જ બેઠા છે! પૃથ્વીરાજના નિવેદનથી સુપ્રિયાને આશ્ચર્ય થયું છે અને કહે છે કે તેઓ પૃથ્વીરાજને મળીને જાણવા માગે છે કે શું થઈ રહ્યું છે!

મહારાષ્ટ્રમાં શિવસેના તથા રાષ્ટ્રવાદી કૉંગ્રેસમાં ભંગાણ પડયા પછી પશ્ચિમ બંગાળનું અનુકરણ અન્ય રાજ્યોમાં થઈ રહ્યું છે. આ દરમિયાન રાજકીય વર્તુળોમાં એવી વાત ફેલાઈ કે શરદ પવાર ગ્રુપ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની મહાયુતિમાં જોડાવા તત્પર છે. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સામે ચાલીને શરદ પવારને મળવા ગયા તે પછી આવી શક્યતા ચર્ચાવા લાગી હતી ત્યારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જાહેરમાં કહ્યું કે અમારી મહાયુતિમાં `નો એન્ટ્રી' છે. કોઈના પ્રવેશની ગુંજાઈશ નથી. આ સ્પષ્ટતા પછી પણ અટકળો અને અફવાઓ જારી છે, કારણ કે `િહલચાલ' બંધ થઈ નથી!

શરદ પવારે એમના પક્ષના સભ્યોની બેઠક નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અૉફિસમાં યોજ્યા પછી અફવા ફરીથી જોરદાર બની છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે શરદ પવારની ટીકા કરી અને એમની વિશ્વસનીયતા ઉપર શંકા દર્શાવી તેથી કદાચ શરદ પવારના સંસદસભ્યો સચિંત બન્યા હોય એવી શક્યતા છે. પણ સુપ્રિયા સુળેએ ઉદ્ધવ ઠાકરે સેનાને સ્પષ્ટ જવાબ આપ્યો છે કે મારા પિતા શરદ પવાર અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આ મુલાકાત અને બેઠક માત્ર ઔપચારિક બેઠક હતી તેમાં કંઈ પણ રાજકારણ જોવાની જરૂર નથી! મેં સંજય રાઉત સાથે વાત કરી છે અને ગેરસમજ દૂર કરી છે.

ગેરસમજ દૂર કરવા સાથે સુપ્રિયા સુળેએ કહ્યું છે કે અજિત દાદા એનડીએમાં જોડાયા પછી સત્તર દિવસમાં જ ઉદ્ધવજી એમને મળવા ગયા હતા. ઉદ્ધવજી નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને મળવા ગયા, કારણ કે અજિત પવાર ભારતીય સંવિધાન મુજબ મુખ્ય પ્રધાનપદ ઉપર હતા અને આવી મુલાકાત એક શિષ્ટાચાર ગણાય.

નોંધપાત્ર છે કે સુપ્રિયા સુળેની સ્પષ્ટતા અને `જેવા સાથે તેવા'ની ભાષામાં જવાબ મળ્યા પછી સંજય રાઉત કહે છે કે ગઈકાલે હું `અપસેટ' હતો, આજે નથી! પવાર સાહેબ તો અમારા સુપ્રીમ - સર્વોચ્ચ નેતા છે - મહારાષ્ટ્ર વિકાસ આઘાડીના નેતા છે પણ અમારા સાથીદાર પક્ષ અને નેતાઓએ - પક્ષ તોડનારા લોકો સાથે હળવું -ભળવું નહીં જોઈએ. 

ઇ-પેપરના નવા શુલ્ક