• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

ચીની સેના માટે  જિનપિંગ જોખમી?

સંરક્ષણ પ્રધાન લાપતા અને જનરલ બરખાસ્ત 

બીજિંગ, તા. 20 : ચીની પ્રમુખ શી ઝિનપિંગ પોતાની સેના માટે જોખમ બની રહ્યા છે. ચીની સંરક્ષણ પ્રધાન લી શાંગફૂ ત્રણ અઠવાડીયાથી લાપતા છે અને ઝિનપિંગ સરકાર મામલે મૌન છે. કહેવાય છે કે ચીની સંરક્ષણ પ્રધાનને નજરકેદ કરવામાં આવ્યા છે અને ભ્રષ્ટાચાર મુદ્દે તેમની સામે તપાસ ચાલી રહી છે. ચીની સેનાના સર્વોચ્ચ કમાન્ડરોને પણ ઝિનપિંગે બરખાસ્ત કરી દીધા છે. ઝિનપિંગ વારંવાર દાવો કરી રહ્યા છે કે સેનામાં વ્યાપ્ત ભ્રષ્ટાચારને ખતમ કરી દેવામાં આવ્યો છે પણ હકીકતમાં તેઓ ભ્રષ્ટાચાર રોકવામાં નિષ્ફળ રહ્યા છે.

પ્રિન્ટના એક રિપોર્ટ અનુસાર 2015મા ઝિનપિંગે પહેલી વખત સેનામાં ઝડપથી વિસ્તાર કર્યો હતો. દરમિયાન સેનાના કોન્ટ્રાક્ટમાં ખુબ ભ્રષ્ટાચાર થયો હતો. કોન્ટ્રાક્ટ મેળવવા સેનાના જનરલોને લાંચ આપવી પડતી હતી. 

ચીની અખબારમાં છપાયેલા એક અહેવાલ અનુસાર ભ્રષ્ટાચાર પાર્ટીમાં રહી શકે નહી, ખાસ કરીને સેનામાં હોય શકે છે.

જો સેના ભ્રષ્ટ હશે તો તેની અંદર લડવાની ક્ષમતા રહેશે નહી. ઓક્ટોબર 2022મા છપાયેલા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચીની સેના ભ્રષ્ટાચારમાંથી બહાર આવી ચુકી છે. તમામ દાવાની ઉલટ ચીની સંરક્ષણ પ્રધાન લાપતા છે અને ત્રણ સૈન્ય અધિકારીઓને