• શનિવાર, 07 નવેમ્બર, 2026

મુહૂર્તના સોદા પૂર્વે શૅરબજારમાં જોરદાર તેજી: નિફ્ટી 25,035, સેન્સેક્ષ 81,028

નારાજ ટ્રમ્પની સાથીઓને `વેચવાલી'ની સૂચનાથી નાસદાકમાં પાંચ ટકાનું ગાબડું, એશિયન બજારો પણ ગબડયાં  

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 6 : સેન્સેક્ષ અને નિફ્ટીમાં સતત 7મા દિવસે તેજીનો જુવાળ જોવાયો છે. આવતી કાલે બપોરે બજારોમાં મુહૂર્તના સોદા માટેની સેશન બપોરે આયોજાઈ છે ત્યારે ફ્રન્ટલાઈન શૅરોમાં વિદેશી સંસ્થાઓની ખરીદીએ સોમથી શુક્રની બધી જ સેશનમાં ઉડાઉડ તેજી જોવા મળી છે. મધ્યસત્ર ચૂંટણીમાં હાર બાદ બુધવારે યુએસના બજારમાં જોવા મળેલી તેજીથી ટ્રમ્પ ખૂબ જ નારાજ.....