• શનિવાર, 25 માર્ચ, 2023

`ઓએમજી-2' સીધી ઓટીટી પર   

પરેશ રાવલ અને અક્ષય કુમાર અભિનિત ફિલ્મ ઓહ માય ગૉડ (ઓએમજી) સુપરહિટ રહી હતી. વર્ષો બાદ હજુ આજે પણ આ ફિલ્મના સંવાદો અવારનવાર સાંભળવા મળે છે. હવે સિનેરસિકો ઓએમજી-2ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે, આ ફિલ્મમાં પરેશ રાવલની જગ્યાએ પંકજ ત્રિપાઠી છે અને અક્ષય કુમાર શંકર ભગવાનની ભૂમિકામાં જોવા મળશે. જો કે, છેલ્લા થોડા સમયથી અક્ષયની ફિલ્મો બૉક્સ અૉફિસ પર  ઊંધે માથે પટકાઈ રહી છે. આથી ઓએમજી-2ના ફિલ્મમેકરોએ તેને થિયેટરને બદલે સીધી ઓટીટી પર રજૂ કરવાનો નિર્ણય કર્યો છે. ફિલ્મ નિષ્ણાત ક્રિસ્ટોફર કનગરાજે ઓએમજી-2ના પોસ્ટર સાથે કેપ્શન લખી છે કે, ઓ માય ગોડ-2 જલ્દી ઓટીટી પર રજૂ થશે. તે વૂટ/જિયો સિનેમા પર રજૂ થઈ શકે છે. 

આ રજૂઆત થતાં જ ચાહકોએ ઓએમજી-2ને થિયેટરમાં રજૂ કરવાની માગણી કરી છે. તેમનું કહેવું છે કે આ ફિલ્મ થિયેટરને લાયક છે. ચાહકોની લાગણી જોઈને કદાચ ફિલ્મમેકર નિર્ણય બદલે તો કહેવાય નહીં?